તમારા માટે/ શું તમને પણ જોઈએ છે કોરિયન ગ્લાસ સ્કીન, તો આ રીતે બનાવો કોરિયન ફેસ માસ્ક

જો તમારી ત્વચા નિસ્તેજ અને નિર્જીવ બની ગઈ છે, તો નવા વર્ષથી તમારી ત્વચા પર કોરિયન ફેસ માસ્ક લગાવવાનું શરૂ કરો. એક અઠવાડિયામાં તમારી ત્વચા અરીસાની જેમ ચમકવા લાગશે.

Lifestyle Fashion & Beauty
ગ્લાસ સ્કીન

આજકાલ અનિયમિત ખાનપાન, ખરાબ દિનચર્યા અને પ્રદૂષણને કારણે દરેક વ્યક્તિને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પિમ્પલ્સ, ખીલ, ડાર્ક સ્પોટ્સ, બ્લેક એન્ડ વ્હાઇટ હેડ્સ, ફ્રીકલ્સ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ થાય છે. ત્વચા સંબંધિત આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બજારમાં ઉપલબ્ધ અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો આ કોરિયન સ્કિનકેર ફેસ પેકનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કોરિયન છોકરીઓની બેદાગ ત્વચાનું સૌથી મોટું રહસ્ય ચોખા છે. બેદાગ, ચમકતી અરીસા જેવી ત્વચા જેનથી ઉંમરના અંદાજો ના લગાવી શકાય. જેને ગ્લાસ સ્કીન  કહેવામાં આવે છે. જો તમે પણ બેદાગ ગ્લોઈંગ ફેસ મેળવવા ઈચ્છો છો તો આ ફેસ પેકનો ઉપયોગ કરો.

એલોવેરા અને ચોખા 

એલોવેરા એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જે ત્વચાને સૂર્યના કારણે થતા ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. તેને લગાવવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સ અને ખીલની સમસ્યાને અટકાવે છે. તમે તમારી ત્વચા અનુસાર એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. સનબર્ન, ડેડ સ્કિન, ટેન જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચોખાનો લોટ એક ઉત્તમ ઉપાય છે. તેમાં એલેન્ટોઈન અને ફેરુલિક એસિડ જેવા ગુણો જોવા મળે છે જે તમારી ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે. તેની સાથે તેમાં વિટામિન બીની સાથે ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે, જે હાઈપરપીગ્મેન્ટેશન અને વૃદ્ધત્વને કારણે ત્વચાના ફોલ્લીઓ પણ ઘટાડે છે. આ સાથે તે નવા કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે.

આ રીતે ફેસ માસ્ક બનાવો

એલોવેરાના તાજા પાન લો, હવે ચમચીની મદદથી એક બાઉલમાં એલોવેરાના પલ્પને બહાર કાઢો. હવે ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. હવે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા નાખો, હવે તેમાં 2 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. તમારું એલોવેરા રાઇસ ફેસ પેક તૈયાર છે. હવે આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ફેસ પેકને 1 અઠવાડિયા સુધી લગાવવાથી તમારો ચહેરો અરીસાની જેમ ચમકવા લાગશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા માટે/ભીના વાળમાં કેમ ન વાપરવો જોઈએ કાંસકો? જાણો શું કહે છે તથ્યો

આ પણ વાંચો:જાણો કારણ/પુરુષો કરતાં મહિલાઓને કેમ થાય છે વધુ શરદી , ડોક્ટરે જણાવ્યા આ 3 મોટા કારણો

આ પણ વાંચો:તમારા માટે/લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવાથી બની શકો છો ટ્રિગર ફિંગરનો શિકાર