OverParenting/ ઓવર પેરન્ટિંગથી બચો! બાળકને સફળ બનાવવા માટે અપનાવો આ 5 સિક્રેટ ફોર્મ્યુલા

આધુનિક સમયમાં Parenting કરવું પડકારજનક છે. ઓવર પેરન્ટિંગ બાળકના વિકાસને અટકાવી શકે છે. આ આર્ટિકલમાં જાણો કેવી રીતે બાળકને વધુ પડતા રક્ષણથી બચાવી તેને સફળ અને આત્મનિર્ભર બનાવી શકાય.

Trending Tips & Tricks Lifestyle
Parenting

Parenting Tips Summary: આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સફળ બને. પરંતુ આ પ્રેમ અને કાળજી ક્યારેક ‘ઓવર પેરન્ટિંગ’ (Over Parenting) માં બદલાઈ જાય છે, જે બાળકના વિકાસ માટે અવરોધરૂપ બની શકે છે. વધુ પડતું રક્ષણ અને દરેક નાની વાતમાં દખલગીરી બાળકને આત્મનિર્ભર બનતા અટકાવે છે. બાળકને સફળ બનાવવા માટે તેને પોતાની ભૂલોમાંથી શીખવા દેવું અને થોડો સંઘર્ષ કરવા દેવો પણ જરૂરી છે. જાણો સફળ બાળક ઉછેરવા માટેના સિક્રેટ ફોર્મ્યુલા.

શું છે Over Parenting અને તેની આડઅસરો?

જ્યારે માતા-પિતા બાળકની દરેક મુશ્કેલી પોતે જ ઉકેલવાનો પ્રયાસ કરે છે અથવા તેને ભૂલ કરતા બચાવવા માટે હંમેશા ઢાલ બનીને ઉભા રહે છે, ત્યારે તેને ઓવર પેરન્ટિંગ (Parenting) કહેવાય છે. ટૂંકા ગાળામાં આ પ્રેમાળ લાગે છે, પરંતુ લાંબા ગાળે બાળક નબળું અને બીજા પર નિર્ભર બની જાય છે. સફળ બાળકો એ નથી હોતા જેમના માટે વાલીઓ બધું કરી આપે છે, પણ એ હોય છે જેઓ પોતાની જાતે ઉભા રહેતા શીખે છે.

બાળકને સફળ બનાવવા માટેના 5 ખાસ મંત્રો

Parenting

દરેક સમસ્યાનો ઉકેલ પોતે ન કરો

મોટેભાગે બાળક નાની સમસ્યા આવતા જ માતા-પિતા પાસે દોડે છે. આવા સમયે તરત જ ઉકેલ આપવાને બદલે તેને પૂછો, “તને શું લાગે છે? આપણે શું કરવું જોઈએ?” તેને પ્રયાસ કરવા દો. જો તે ભૂલ કરે તો પણ તેને શીખવા મળશે. તેનાથી તેની વિચારવાની ક્ષમતા વધશે.

પર્ફેક્શનને બદલે પ્રોગ્રેસને સેલિબ્રેટ કરો

ઓવર પેરન્ટિંગમાં (Parenting) વાલીઓ બાળકી પાસે હંમેશા પર્ફેક્શનની આશા રાખે છે. આનાથી બાળક દબાણ અનુભવે છે. તેને પરિણામ (Result) ને બદલે તેના પ્રયત્નો (Efforts) માટે પ્રોત્સાહન આપો. તેને કહો, “તેં સારો પ્રયત્ન કર્યો” અથવા “આ ગત વખત કરતા વધુ સારું છે.”

Parenting

દરેક સમયે રક્ષણ (Protect) કરવાનું ટાળો

બાળકને ક્યારેક નાની નિષ્ફળતા, રિજેક્શન કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા દો. જો તમે હંમેશા તેની ઢાલ બનશો, તો તે અંદરથી ક્યારેય મજબૂત નહીં બને. પડકારોનો સામનો કરવાથી તેનો આત્મવિશ્વાસ વધશે.

બાળકને પર્સનલ સ્પેસ આપો

બાળકની દરેક હિલચાલ પર નજર રાખવી એ પણ ઓવર પેરન્ટિંગ છે. બાળકને થોડી સ્વતંત્રતા આપો. જ્યારે તેને સ્પેસ મળશે ત્યારે જ તે પોતાના વિચારો અને રુચિઓને વધુ સારી રીતે સમજી શકશે. સ્વતંત્રતા જ સફળતાનો પાયો છે.

Parenting

ગાઇડ બનો, કંટ્રોલર નહીં

બાળકની દરેક વસ્તુને ખુદ મેનેજ કરવાને બદલે તેને યોગ્ય દિશા બતાવો (Guide). જો તમે તેને કંટ્રોલ કરશો, તો ભવિષ્યમાં તે પોતાની લાઈફ મેનેજ કરી શકશે નહીં. માતા-પિતાએ બાળકને યોગ્ય રસ્તો બતાવવો જોઈએ, પરંતુ તે રસ્તા પર ચાલવાની જવાબદારી બાળકની હોવી જોઈએ.


આ પણ વાંચો: મોબાઈલની આદત બાળકોને બનાવી રહી છે બીમાર, જાણો કેવી રીતે સ્ક્રીન ટાઈમ ઘટાડી શકાય