Health News/ મોબાઈલની આદત બાળકોને બનાવી રહી છે બીમાર, જાણો કેવી રીતે સ્ક્રીન ટાઈમ ઘટાડી શકાય

બાળકોમાં વધતો સ્ક્રીન ટાઈમ માત્ર આંખોને જ નહીં પણ તેમના માનસિક અને શારીરિક Healthને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. જાણો કેવી રીતે મોબાઈલની આદત સ્થૂળતાનું કારણ બને છે અને તેનાથી બચવાના ઉપાયો.

Trending Health & Fitness Lifestyle
Health

Health Research on Children: આજે લગભગ દરેક માતાપિતાની એક જ ફરિયાદ હોય છે કે તેમનું બાળક મોબાઈલ કે ટીવી વિના રહેતું નથી. શાળાના કામથી લઈને ગેમિંગ સુધી બાળકોનો સ્ક્રીન ટાઈમ (Screen Time) ચિંતાજનક હદે વધી ગયો છે. તાજેતરના સંશોધનો મુજબ, આ આદત માત્ર આંખો પર જાડા ચશ્મા જ નથી લાવી રહી, પરંતુ બાળકોમાં વજન વધારવા અને સ્થૂળતા (Obesity) માટે પણ જવાબદાર છે.

Health

સ્ક્રીન ટાઈમ અને સ્થૂળતા વચ્ચેનો સીધો સંબંધ

નિષ્ણાંત ડોકટરોએ જણાવ્યું છે કે, બાળકોમાં વજન વધવાનું મુખ્ય કારણ બેઠાડુ જીવનશૈલી છે. સ્માર્ટફોન, ટેબ્લેટ અને ગેમિંગ કન્સોલ પર કલાકો વિતાવવાને કારણે શારીરિક(Health) પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. જ્યારે બાળક હલનચલન નથી કરતું, ત્યારે શરીરમાં ઉર્જાનો ખર્ચ થતો નથી અને તે ચરબીના સ્વરૂપમાં જમા થાય છે.

Health

પ્રોસેસ્ડ ફૂડ અને જાહેરાતોની માયાવી દુનિયા

રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે બાળકો વધુ સ્ક્રીન ટાઈમ વિતાવે છે, તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી ઉંચી કેલરીવાળા પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતોથી જલ્દી પ્રભાવિત થાય છે. આનાથી તેમની ખાવાની આદતો બગડે છે અને તેઓ ફળ કે શાકભાજીને બદલે જંક ફૂડ તરફ વળે છે, જે અંતે સ્વાસ્થ્ય (Health)માટે જોખમી બને છે.

Health

ઊંઘની પેટર્નમાં વિક્ષેપ અને નબળું ચયાપચય

મોબાઈલ અને ટેબ્લેટમાંથી નીકળતો બ્લૂ લાઈટ બાળકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ઊંઘ પૂરી ન થવાને કારણે શરીરનું ચયાપચય (Metabolism) નબળું પડે છે, જેનાથી ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, બહાર રમવાના અભાવે સ્નાયુઓનો વિકાસ અટકી જાય છે અને બાળકની સામાજિક કુશળતા પણ નબળી પડે છે.

Health

બાળકોના Health માટે નિષ્ણાતોની ખાસ સલાહ

નિષ્ણાત આ જોખમો ઘટાડવા માટે કેટલીક મહત્વની ટિપ્સ આપે છે:

સમયમર્યાદા નક્કી કરો: બાળકો માટે સ્ક્રીન ટાઈમની એક લિમિટ સેટ કરવી ખૂબ જરૂરી છે.

બહારની પ્રવૃત્તિ: બાળકને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરો જેથી તેની શારીરિક કસરત થાય.

ટેકનોલોજી-મુક્ત ઝોન: જમતી વખતે અને સૂવાના સમયે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ સદંતર બંધ કરો.

સંતુલિત પોષણ: બાળકના ડાયટમાં પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

બાળપણથી જ જો તંદુરસ્ત આદતો કેળવવામાં આવે, તો ભવિષ્યમાં આવનારા મોટા સ્વાસ્થ્ય (Health) જોખમોથી બચી શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ મોઢું સુકાય છે? જાણો આ પાછળ છુપાયેલા 4 ગંભીર સ્વાસ્થ્ય જોખમો

આ પણ વાંચો :સવારે કેટલા વાગ્યે ચાલવું જોઈએ? જાણો મોર્નિંગ વોકનો સાચો સમય અને જબરદસ્ત ફાયદા

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!