Ajab Gajab News/ અપરાધ, યાતના અને કંકાલ….આ છે વિશ્વના સૌથી ડરામણા મ્યુઝીયમ..!

અહિં તમને અનોખા અને ભયાનક મ્યુઝીયમ (World’s Horrible Museums) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જ્યાં અપરાધની દુનિયાથી માંડીને ટોટકા સુધીની…

Ajab Gajab News Trending
World's Horrible Museums...દુનિયાના 5 ભયાનક મ્યુઝીયમ વિશે જાણો!

Ajab Gajab News: વિશ્વમાં કેટલાક એવા પણ મ્યુઝીયમ (World’s Horrible Museums) હોય છે જે તમને શિક્ષણ કે માહિતી નહિં આપે પણ તમારા રુંવાડા ઊંચા કરી દેશે!

મોટા ભાગે મ્યુઝીયમ એવી જગ્યા હોય છે જ્યાં આપણે આપણા ઈતિહાસ, કળા અને સંસ્કૃતિ (History, Art, Culture) વિશે શીખીએ છીએ. ભારતથી લઈને વેટિકન સંગ્રહાલય સુધી આ મ્યુઝીયમ આપણને એક અનોખો અનુભવ આપે છે જે લાંબો સમય યાદ રહે છે. પરંતુ વિશ્વમાં કેટલાક એવા પણ મ્યુઝીયમ હોય છે જે તમને શિક્ષણ કે માહિતી નહિં આપે પણ તમારા રુંવાડા ઊંચા કરી દેશે! આ મ્યુઝીયમ એટલા બધા ડરામણા (World’s Horrible Museums) છે જ્યાં તમે કદાચ એકલા જવાની હિંમત પણ ન કરી શકો!

દુનિયાના ભયાનક મ્યુઝીયમ (World’s Horrible Museums)

અહિં તમને આવા જ કેટલાક અનોખા અને ભયાનક મ્યુઝીયમ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જ્યાં અપરાધની દુનિયાથી માંડીને ટોણા-ટોટકા સુધીની અજીબોગરીબ વસ્તુઓ જોવા મળશે જે અનુભવ તમારા માટે તદ્દન નવો જ હશે!

Crime Museum
Crime Museum

અપરાધની દુનિયાનું ક્રાઈમ મ્યુઝીયમ

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ક્રાઈમ મ્યુઝીયમ (Viena Krime Museum) આજે આ ક્રાઈમ મ્યુઝીયમનું પૉડકાસ્ટ ઘણું જ પોપ્યુલર છે. જે દર્શાવે છે કે અપરાધ ભલેને અનૈતિક હોય પરંતુ એ આપણને કશુંક શીખવી પણ શકે છે. આ મ્યુઝીયમ મધ્ય યુગથી માંડીને આજ સુધીના અપરાધોને આવરી લે છે.  કેટલાક એવા પણ મ્યુઝીયમ (World’s Horrible Museums) હોય છે જે તમને શિક્ષણ કે માહિતી નહિં આપે પણ તમારા રુંવાડા ઊંચા કરી દેશે! આ મ્યુઝીયમ એટલા બધા ડરામણા છે જ્યાં તમે કદાચ એકલા જવાની હિંમત પણ ન કરી શકો! એમાનું આ એક મ્યુઝીયમ છે.

અહિં મશહૂર અપરાધીઓ (Criminals)નું જીવન અને અખબારોની આઈકોનિક રિપોર્ટસ્ મળે છે. એમાં સમ્રાટોની હત્યાઓ અને 1975ના ઓપેક ધેરાબંધી જેવા રાજનૈતિક ગુનાઓને પણ દર્શાવવામાં આવ્યા છે.

મ્યુઝીયમની વેબસાઈટ પર ચેતવણી પણ આપવામાં આવેલી છે, “ક્રાઈમ મ્યૂઝીયમમાં આવનારાના કાળજા કઠણ હોવા જોઈએ!”

ટોણા-ટોટકાનું મ્યુઝીયમ

આઇસલેન્ડના હોલ્માવિકમાં જાદૂ-ટોણા અને ટોટકા અંગેનું મ્યૂઝીયમ છે. મોટાભાગે જાદુ-ટોણાને નકારાત્મક માનવામાં આવે છે પરંતુ આ મ્યુઝીયમ 17મી સદીમાં આઈસલેન્ડની જાદુગરણી પરના કેસો અને એના પર થયેલા અત્યાચારોનો ઇતિહાસ દર્શાવે છે. અહિં લોક પ્રચલિત જાદુની એ માન્યતાઓ અને પ્રથાઓ વિશે દર્શાવવામાં આવ્યું છે જે ત્યાંના રોજીંદા જીવનનો એક ભાગ હતો. એક ખાસ વસ્તુ છે નાબ્રોક….જેનો મતલબ છે ‘નેક્રો પેન્ટ્સ’…લોક કથાઓ અનુસાર, આ પેન્ટ્સ મરેલા માણસની ચામડીમાંથી બનાવવામાં આવતા હતા અને ધન મેળવવા માટેના અનુષ્ઠાનોમાં ઉપયોગમાં લેવાતા હતા!

Torture Museum, Netherlands
Torture Museum, Netherlands

શરીરની યાતનાઓનું ટોર્ચર મ્યુઝીયમ

નેધરલેન્ડના આમસ્ટાર્ડમમાં આ ટોર્ચર મ્યુઝીયમ (Torture Museum, Netherland) છે. આ ખૂબસૂરત શહેરની પાછળ એક ખોફનાક ઈતિહાસ પણ છુપાયેલો છો. આ મ્યુઝીયમ ઐતિહાસિક સજા અને પૂછપરછ માટેના ઉપકરણોને દર્શાવે છે. અહિં ગિલોટિન, આયર્ન મેડન અને સ્ટ્રેચિંગ રૅક જેવા ઉપકરણો છે. અને જ્યારે તમે આ દરેક વસ્તુને એના ઐતિહાસિક સંદર્ભમાં જુઓ ત્યારે એ અનુભવ ઓર ડરામણો બની જાય છે. આ મ્યુઝીયમ દર્શાવે છે કે સમાજમાં અપરાધી સાથે કઈ વર્તણૂક થતી અને સજાને શી રીતે અમલમાં લવાતી હતી!

Parasitological Museum, Tokyo
Parasitological Museum, Tokyo

ટોકિયોનું પૅરાસિટોલૉજીકલ મ્યુઝીયમ

જાપાનના ટોકિયોમાં આ પૅરાસિટોલૉજીકલ મ્યુઝીયમ (Parasitological Museum, Tokyo) છે. જરુરી નથી કે દરેક ડરામણી વસ્તુ મોટી અને વાળ ધરાવતી જ હોય! આ વિશેષ મ્યુઝીયમમાં કેટલાક સૌથી હેરાન કરનારા જીવ એટલા નાના છે કે નરી આંખે જોઈ પણ ન શકાય.

આ મ્યુઝીયમમાં પરજીવીઓ અને મનુષ્યો તથા જાનવરોની સાથેના એમના સંબંધો પર આધારિત વસ્તુઓ છે. અહિં કાચના કન્ટેનરોમાં સંરક્ષિત નમૂના, તસવીરો અને વૈજ્ઞાનિક ચિત્રો હાજર છે. આ ખાસ પ્રદર્શનમાં એક અત્યંત લાંબુ ટેપવોર્મ છે જેને જોઈને તમે અવશ્ય વિચારશો કે આનાથી શરીરમાં શું થઈ શકે છે?

મોત અને કંકાલોનું શહેર પેરિસ

ફ્રાન્સનું પેરિસ પોતાના રોમાન્સ, કાફે અને એફિલ ટાવર માટે ફેમસ છે. પરંતુ આ સુદર રસ્તાઓની નીચે શહેરના ઈતિહાસનું એક ડરામણું સત્ય પણ છુપાયેલું છે. પેરિસ કેટાકોમ્બ્સ એક ભૂમિગત ઓસુઅરી છે જેમાં લાખો લોકોના અવશેષ રાખેલા છે. 18મી સદીના અંતમાં ભીડભાડ વાળા કબ્રસ્તાનોમાંથી આ અવશેષોને અહિં લાવવામાં આવેલા. ખોપડીઓ અને હાડકાંનો ઢગલો જોઈને કેટલાક કાચાપોચા લોકોને ચક્કર પણ આવી શકે છે, આ જગ્યા પેરિસના એક અલગ જ ચહેરાને બયાન કરે છે!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :