Ajab Gajab News/ હરાજીમાં 449 કરોડમાં વેચાયું એક દુર્લભ ડાયનાસોરનું કંકાલ…ન્યુયોર્કમાં લાગી કરોડોની બોલી..!

‘જોડી’ નામનું એક ડાયનાસોર કંકાલ (Jodi Dinosaur Skeleton) અધધધ રકમ 449 કરોડ રુપિયામાં વેચાયું! આ હરાજી પહેલા એની કિંમત આશરે 85 કરોડ રુપિયા…

Ajab Gajab News Trending
Jodi Dinosaur નું rare કંકાલ 449 કરોડ રુપિયામાં વેચાયું! જીવાશ્મ વિશ્વમાં Thrilling ઘટના!

Ajab Gajab News: અમેરિકાના ન્યૂયોર્કમાં એક એતિહાસિક હરાજીએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે. ‘જોડી’ નામનું એક ડાયનાસોર કંકાલ (Jodi Dinosaur Skeleton) અધધધ રકમ 449 કરોડ રુપિયામાં વેચાયું! આ હરાજી પહેલા એની કિંમત આશરે 85 કરોડ રુપિયા આંકવામાં આવેલી પરંતુ બોલી લગાવનારાઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો અને એની અંતિમ કિંમત અનુમાનિત રકમથી પણ અનેકગણી વધી ગઈ! આ લીલામી ‘સોથબી ઓક્શન હાઉસ’ (Sotheby’s Auction House)માં થઈ હતી જેને ઇતિહાસની સૌથી મોંઘી જીવાશ્મ (Fossil)બોલીઓ પૈકીની એક માનવામાં આવે છે.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, જે કંકાલની હરાજી થઈ છે એ નેનોટાયરેનસ નામના ડાયનાસોર (Nanotyrannus Dinosaur)નું હોવાનું જણાવાયું છે જેને ટાયરાનોસોરસ રેક્સનો નાનો સંબંધી માનવામાં આવે છે. આ હરાજીમાં બોલી લગાવવામાં 6 લોકોએ ભાગ લીધેલો. આ ડાયનાસોરની બોલી લગભગ 12 મિનિટ સુધી ચાલી હતી. જો કે, આ કંકાલ કોણે ખરીદ્યું એની સત્તાવાર સૂચના હજુ પ્રાપ્ત થઈ નથી.

Jodi Dinosaur Skeleton
Jodi Dinosaur Skeleton

આ ડાયનાસોર કંકાલ જોડી કેમ દુર્લભ છે? (Jodi Dinosaur Skeleton) 

‘જોડી’ની સૌથી મોટી ખાસિયત એની દુર્લભતા છે. ઓક્શન હાઉસના જણાવ્યા મુજબ વૈજ્ઞાનિકોને હજુ સુધી 3 કંકાલોની જ જાણકારી છે. જોડીનો પૂર્ણ રીતે સંરક્ષિત ખોપડીનો ભાગ આ કંકાલને વિશેષ બનાવે છે. રિપોર્ટ અનુસાર, જ્યારે આ કંકાલને પૂર્ણ રીતે જોડીને ઊભું રાખવામાં આવ્યું ત્યારે એની લંબાઈ નાકથી માંડીને પૂંછડી સુધીમાં 19.6 ફીટ અને ઊંચાઈ લગભગ 9.6 ફીટ જણાઈ હતી. આ જીવાશ્મમાં હાડકાંના લગભગ 191 ભાગ સામેલ છે. આ જીવાશ્મ અત્યંત સાવધાનીથી જમીનમાંથી નીકાળવામાં, એને સંરક્ષિત રાખવામાં અને એને સાવધાનીપૂર્વક રાખવામાં ઘણી મહેનત થાય છે આથી જ આ કંકાલ ઘણું જ ખાસ અને દુર્લભ ગણાય છે.

Jodi Dinasaur-જોડી પિયર્સન (Jody Pearson)ને પોતાની પ્રાઈવેટ લેન્ડ પર આ જીવાશ્મ મળ્યું હતુ.
Jodi Dinasaur-જોડી પિયર્સન (Jody Pearson)ને પોતાની પ્રાઈવેટ લેન્ડ પર આ જીવાશ્મ મળ્યું હતુ.

ક્યાંથી મળ્યું આ જીવાશ્મ

આ દુર્લભ ડાયનાસોર ‘જોડી’નું કંકાલ મોન્ટાનામાં મળ્યું હતુ. અમેરિકાના મોન્ટાના રાજ્ય (Montana, America)માં રહેનારા પશુપાલક જોડી પિયર્સન (Jody Pearson)ને પોતાની પ્રાઈવેટ લેન્ડ પર આ જીવાશ્મ મળ્યું હતુ. આ વિસ્તાર જીવાશ્મના સંશોધન માટે જાણીતો છે. આ પછી જીવાશ્મ વિશેષજ્ઞ ક્લેટન ફિપ્સના નેતૃત્વમાં ખોદકામનું કાર્ય શરુ થયું. આ દુર્લભ જીવાશ્મને જમીનમાંથી કાઢીને અને એના હાડકાંને સુરક્ષિત રાખ્યાં બાદ એને કંકાલનો આકાર આપવામાં આવ્યો.

આ દુર્લભ જીવાશ્મનું નામ જોડી કેમ પડ્યું?

આ જીવાશ્મ (Jodi Dinosaur Skeleton)નું નામ સંશોધનકર્તા જોડી પિયર્સનના નામ પરથી રાખવામાં આવ્યું છે. ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ અનુસાર, આ જીવાશ્મ વર્ષ 2019માં અમેરિકાના મોન્ટાના રાજ્યના ગારફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત ‘હેલ ક્રીક ફોર્મેશન’માં મળ્યુ હતુ જેને જોડી પિયર્સન નામની એક મહિલાએ પોતાની અંગત જમીન પરથી શોધ્યું હતુ. આ મહિલાના નામ પરથી જ એનું નામ જોડી રાખવામાં આવ્યું છે.

આ પછી પ્રસિદ્ધ જીવાશ્મ વિજ્ઞાની ક્લેટન ફિપ્સ (Clayton Phipps) અને એની ટીમ દ્વારા શોધીને કાઢવામાં આવ્યું હતુ. મોન્ટાનાની જમીન પરથી મળેલા આ જીવાશ્મને ન્યૂયોર્કના એક મોટા ઓક્શન હાઉસે લીલામ કર્યું હતુ. આ હરાજી પહેલા સોથબીને અપેક્ષા હતી કે આ કંકાલ લગભગ 9 મિલિયન ડૉલર એટલે કે 85 કરોડ રુપિયામાં વેચાઈ શકે છે. પરંતુ એની બોલી તો અપેક્ષા કરતાં પણ વધી ગઈ. અંતિમ બોલી 47.3 મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ હતી જે ભારતીય ચલણમાં લગભગ 449 કરોડ રુપિયા થાય છે!!

હરાજી પહેલા આ વિશાળ કંકાલ (Jodi Dinosaur Skeleton)ને મેનહટ્ટનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ
હરાજી પહેલા આ વિશાળ કંકાલ (Jodi Dinosaur Skeleton)ને મેનહટ્ટનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ

હરાજી પહેલા ક્યાં હતુ આ કંકાલ?

હરાજી પહેલા આ વિશાળ કંકાલ (Jodi Dinosaur Skeleton)ને મેનહટ્ટનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ જેથી લોકો આ દુર્લભ જીવાશ્મને નજીકથી જોઈ શકે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2023માં હરાજી અગાઉ આ કંકાલને લંડનના ‘ફ્રીઝ માસ્ટર્સ’ આંતરરાષ્ટ્રીય કળા પ્રદર્શનમાં પણ સાર્વજનિક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ. એ સમયે વૈજ્ઞાનિક રુપે એને એક અલગ પ્રજાતિ નહતી માનવામાં આવી આથી એને ચોમ્પર નામથી એક યુવા ટી-રેક્સના રુપમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ. આ હરાજીમાં થયેલું વેચાણ ડાયનાસોરના જીવાશ્મ વિશ્વનું સોથી મોંઘુ વેચાણ તરીકે સામેલ થઇ ગયું છે!

નેનોટાયરેનસ અને ટી-રેક્સ (Nanotyrannus and T-Rex)
નેનોટાયરેનસ અને ટી-રેક્સ (Nanotyrannus and T-Rex)

ટી-રેક્સથી પણ નાનું થતાં કરોડોની કિંમત

નેનોટાયરેનસ અને ટી-રેક્સ (Nanotyrannus and T-Rex) વચ્ચેનો સંબંધ જાણવામાં વૈજ્ઞાનિકોની રસ રુચિ ઘણા સમયથી રહેલી છે. ટી-રેક્સનો આકાર એના ઘણા જ મોટા અને શક્તિશાળી જડબા માટે જાણીતો છો જ્યારે જોડી (Jodi Dinosaur Skeleton) નું કંકાલ આકારમાં એનાથી ઘણું નાનુ હોય છે. જોડીની લંબાઇ લગભગ 19.6 ફીટ દર્શાવવામાં આવી છે. જ્યારે એક અન્ય ટી-રેક્સ કંકાલ ‘ગસ’નું વેચાણ 50.1 મિલિયન ડૉલર અર્થાત્ લગભગ 476 કરોડ રુપિયામાં થયાનું જાણવા મળે છે. આ હિસાબે જોડી વધુ મોંઘી કિમતે અને પોતાની પ્રજાતિના એક દુર્લભ નમૂના તરીકે વેચાયું છે.

ક્યાં રાખવામાં આવશે જોડીનું કંકાલ?

હરાજી બાદ સત્તાવાર રીતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી કે આનો ખરીદનાર એને કોઈ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરશે કે પોતાના અંગત સંગ્રહમાં રાખશે? પરંતુ એ જાણવું રસપ્રદ બની રહેશે કે ભવિષ્યમાં આ કંકાલને જોવાની તક સામાન્ય જનતાને મળશે કે નહિં!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :