Ajab Gajab News: ભારતમાં બજાજ ઑટો રિક્ષામાં 4,218 કિલોમીટર સફર કરીને એક બ્રિટિશ કપલ (Indian Auto British Couple) એટલી હદે પ્રભાવિત થયું કે એને સમુદ્રી માર્ગથી લંડન લઈ ગયું! આ અજબ ઘટના વિશે એમણે કહ્યું અમારા માટે આ ઘણું જ મુશ્કેલ હતું! ચેન્નાઈથી ખરીદેલી આ લાલ ઑટો રિક્ષા હવે યુકે (UK) પહોંચી ચૂકી છે અને ત્યાંના રસ્તાઓ પર પણ જલદી જ એની સફરના બીજા સિઝનની શરુઆત કરશે!
ઑટોનો વાયરલ વીડિયો (Indian Auto British Couple Viral Video)
યૂકેનું એક કપલ હેલેન અને મિક દ્વારા ભારત પ્રત્યેનો અનોખો લગાવ હોવાની આ એક મિસાલ છે. ચેન્નાઈથી ખરીદેલા બજાજ ઑટો રિક્ષાને એમણે ટિમ્મી (Timmy Auto) એવું નામ આપ્યું છે! આ ઑટો ભારતમાં 4,218 કિલોમીટરનો સફર કર્યા બાદ લંડન પહોંચી ચૂકી છે. હેલન અને મિક આ લાલ ઑટોમાં રાજસ્થાન, આગ્રા અને છેક શ્રીલંકા સુધીની યાત્રા કરી ચૂક્યા છે અને એનાથી એટલા પ્રભાવિત થયા કે એને દરિયાઈ માર્ગે શિપ દ્વારા પોતાની સાથે યૂકે લઈ ગયા! છ મહિનાના શિપિંગ બાદ આખરે ટિમ્મી લંડન પહોંચી ગઈ છે જ્યાં એની બીજી સિઝન શરુ થશે!

ઑટો રિક્ષાનું નામ રાખ્યું ટિમ્મી (Indian Auto British Couple)
આ કપલનું નામ હેલન અને મિક (Helen and Mick) છે અને એમણે ચેન્નઈ ખાતેથી લાલ રંગની ઓ ઑટો રિક્ષા ખરીદી જેને ટિમ્મી (Timmy ) નામ આપ્યું અને એની પર કાર્ટૂન વાળી આંખો અને સ્માઈલ પણ બનાવેલું છે. એની નંબર પ્લેટ છે TN 03AA 4342 જે તમિલનાડુના ચેન્નઈમાં રજિસ્ટર્ડ છે. ભારતમાં પોતાના સફર દરમિયાન કપલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રિય ટુક-ટુક નું timmy_the_tin_can યુઝર આઈ ડી થી એક એકાઉન્ટ પણ બનાવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર 9,000થી પણ વધુ એના ફોલોઅર્સ છે અને કુલ 92 પોસ્ટ કરવામાં આવેલી છે. આ ઈન્સટા એકાઉન્ટ પર કપલે ભારતયાત્રા સાથે જોડાયેલા વીડિયો પોસ્ટ કરેલા છે. ઉત્તર ભારતથી છેક શ્રીલંકા સુધી આ ઑટો દ્વારા એમણે સફર કરી હતી. એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારતના વિભિન્ન ભાગોમાં અને એટલું જ નહિં આ ઑટો ચલાવીને આ કપલ ગોવા બીચ સુધી પણ પહોંચ્યા હતા.

ભારતમાં કુલ 4,218 નો સફર કર્યો (British Couple’s Auto Rickshaw Tour)
આ જ ઑટોમાં સફર કરીને એમણે આગ્રાનો તાજમહેલ જોયો હતો. કુલ મળીને કપલે આ ટિમ્મી દ્વારા 4,000 થી પણ વધુ રુટ પર ટ્રાવેલ કર્યું હતુ. આ દરમિયાન એમને ટિમ્મીથી એટલો લગાવ થઈ ગયો કે જ્યારે એ ભારતથી પાછા યુકે જતા હતા ત્યારે એને છોડીને જવું એમના માટે કઠિન થઈ ગયું અને એ ઑટોને સાથે જ લઈ ગયા.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
