Tips and Tricks: દિવાળીના તહેવારની રોનક ચારે તરફ જોવા મળી રહી છે. ધનતેરસથી દિવાળીનું પર્વ શરુ થાય છે. દિવાળીના પાંચ દિવસોમાં તમે તમારા ઘરના મુખ્ય દ્વારને સુંદર રીતે સજાવવા માગતા હો તો તોરણના આ લેટેસ્ટ ડિઝાઈન (Diwali Toran Designs) તમારા માટે બહેતરીન વિકલ્પ સાબિત થઈ શકે છે. એવી માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વારથી માતા લક્ષ્મી પધારે છે.
સજેલા અને સુંદર મુખ્ય દ્વારથી જ મા લક્ષ્મી અંદર પ્રવેશ કરે છે. આ જ કારણે ધનતેરસ તથા દિવાળીના પર્વે તોરણ લગાવવાનું ખાસ મહત્વ હોય છે. તો ચાલો જાણીએ કે આજકાલ કયા ખૂબસૂરત અને ટ્રેન્ડી તોરણ ડિઝાઈન (Diwali Toran Designs)ની ઘણી જ ડિમાન્ડ છે.
દિવાળીના તહેવાર પર મુખ્ય દરવાજા માટેની તોરણ ડિઝાઈન્સ (Diwali Toran Designs)
એવી માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વારથી માતા લક્ષ્મી પધારે છે. સજેલા અને સુંદર મુખ્ય દ્વારથી જ મા લક્ષ્મી (Mata Lakshmi) અંદર પ્રવેશ કરે છે. આ જ કારણે ધનતેરસ તથા દિવાળીના પર્વે તોરણ લગાવવાનું ખાસ મહત્વ હોય છે.

કુંદન અને પર્લ વાળું તોરણ
જો તમે તમારા દરવાજાને રૉયલ અને આકર્ષક લુક આપવા માગતા હો તો આ કુંદન અને પર્લના કોમ્બિનેશન વાળું તોરણ તમારા માટે એક બહેતરીન વિકલ્પ છે. આ પ્રકારના તોરણ માટે તમે રંગબેરંગી મોતીઓ અને કુંદનની પસંદગી કરી શકો છો. આને તમે માર્કેટમાંથી પણ ખરીદી શકો છો અથવા જાતે પણ બનાવી શકો છો.

નકલી ફૂલો વાળું તોરણ
જો તમે ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી સજાવવા ઈચ્છતા હો પરંતુ બજેટના કારણે ખચકાઈ રહ્યાં હો તો આર્ટિફિશિયલ ફૂલોનું તોરણ પણ તમારા માટે એક બહેતરીન વિકલ્પ રહેશે. ફૂલોથી સજેલું તોરણ ઘરના મુખ્ય દરવાજે તદ્દન ખૂબસૂરત લુક આપે છે. આ માટે તમે ગુલાબ, કમળ અને નાના-નાના રંગીન ફૂલોના તોરણ પણ ખરીદી શકો છો.

મોતીવાળું તોરણ
જો તમને સિમ્પલ અને એલિગન્ટ સજાવટ પસંદ હોય તો આ મોતીઓવાળું તોરણ પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જો તમે એને ઘરે બનાવવા માગતા હો તો એ માટે સફેદ મોતીઓની સાથે ગોલ્ડન બીડ્સ, નાની ઘંટડીઓ અને કેટલાય કલરના લટકણનો ઉપયોગ કરી શકો છો. આ તોરણ તમારા ઘરના મેઈન ગેટને અત્યંત આકર્ષક અને રોયલ લુક આપશે.

આસોપાલવના પાન અને ગલગોટાનું તોરણ
જો આ તહેવાર પર તમે ઘરના મેઇન ગેટને એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલમાં સજાવવા ઈચ્છતા હો તો આસોપાલવ અને ગલગોટાના ફૂલોના તોરણ લગાવી શકો છો. આ અત્યંત સુંદર તોરણ તમારા ઘરના મેઇન ગેટ (Main Gate)ને તહેવારના રંગમાં રંગી દેશે. આ ઉપરાંત, તમે દિવાળીએ દિવાલો પર પણ ગલગોટાના હારતોરા લટકાવી શકો છો.
આ પણ વાંચો: ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!
આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!
આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…
