Not Set/ ઉનાળામાં ભાવશે મસાલેદાર અચારી ભીંડી

ઉનાળાાના સમયમાં હાલમાં સરસ મજાના કૂણાં ભીંડા મળે છે અને મોટાથી માંડીને બાળકોને પણ ભીંડા ખૂબ ભાવે છે ત્યારે  ચાલો જાણીએ ચટપટી મસાલેદાર અચારી ભીંડીની રીત. જે લોકો હોંશે હોંશે ખાશે. સામગ્રી 250 ગ્રામ ભીંડા 1 ચમચી ચાટ મસાલો 1 ચમચી આમચૂર 1 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર 1 ટે.સ્પૂન ધાણાજીરું ½ ટી.સ્પૂન હળદર પાઉડર ½ […]

Lifestyle

ઉનાળાાના સમયમાં હાલમાં સરસ મજાના કૂણાં ભીંડા મળે છે અને મોટાથી માંડીને બાળકોને પણ ભીંડા ખૂબ ભાવે છે ત્યારે  ચાલો જાણીએ ચટપટી મસાલેદાર અચારી ભીંડીની રીત. જે લોકો હોંશે હોંશે ખાશે.

સામગ્રી
250 ગ્રામ ભીંડા
1 ચમચી ચાટ મસાલો
1 ચમચી આમચૂર
1 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર
1 ટે.સ્પૂન ધાણાજીરું
½ ટી.સ્પૂન હળદર પાઉડર
½ ટી.સ્પૂન વરિયાળી પાઉડર
½ ટી.સ્પૂન મેથી
1 ડુંગળી ઝીણી સમારેલી
1 ચમચી આદું-લસણની પેસ્ટ
2 સમારેલાં ટામેટાં
2 ટે.સ્પૂન તેલ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

ભીંડાને લાંબા સમારી લેવા. ત્યાર બાદ બધા જ મસાલાને મિક્સ કરીને તે મસાલામાં ભીંડા રગદોળી લેવા.
ત્યાર બાદ પેન ગરમ કરીને તેમાં તેલ ગરમ થવા દેવું. તેલ ગરમ થાય એટલે  તેમાં મેથીનો વઘાર કરવો. ત્યાર બાદ તેમાં અધકચરી ક્રશ કરેલી વરિયાળી નાંખવી.
ત્યાર બાદ તેમાં ડુંગળી નાંખીને થોડી વાર માટે સાંતળવી. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં મસાલામાં રગદોળેલા ભીંડા નાંખી દેવા.
ભીંડા હલાવીને થોડું મીઠું તથા આદું-લસણની પેસ્ટ નાંખવી.
ત્યાર બાદ ભીંડાને થોડી વાર માટે સીઝવા દેવા જેથી તે ચઢી જાય.
અચારી ભીંડાનું શાક ચઢી જાય એટલે તેને ફરીથી એકવાર વ્યવસ્થિત રીતે હલાવવું.
સ્વાદિષ્ટ અને ચટપટું અચારી ભીંડાનું શાક થઈ જાય એટલે પરોઠા કે ગરમ રોટલી સાથે સર્વ કરવું.