Lifestyle: રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા (Breakfast) અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. અહિં તમને બુંદીના રાયતાની રેસિપી (Boondi Raita Recipe) અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.
ઉનાળુ સ્પેશ્યલ રેસિપી: બુંદીનું રાયતુ
ઉનાળા (Summer Season)માં એવું ભોજન અને પીણા પીવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ મળી રહે! આ પૈકી એક છે રાયતુ, જેને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ એક તદ્દન હૅલ્ધી અને રિફ્રેશિંગ ડિશ છે. રાયતુ સ્વાદમાં સરસ, પચવામાં હળવું અને ઠંડક પ્રદાન કરનારું હોય છે. આથી જ તીવ્ર ગરમીમાં એ પેટને આરામ આપવાનું કામ કરે છે. દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ પાચનને બહેતર બનાવે છે જ્યારે એમાં ઉમેરાતા મસાલા અને અન્ય વસ્તુઓ શરીરને આવશ્યક પોષણ પ્રદાન કરે છે.

ગરમીની ઋતુમાં દહીં-બુંદીનું આ રાયતુ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેથી ડિહાઇડ્રેશન (Dehydration)ની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. રાયતુ બનાવવાનું અત્યંત સરળ છે અને એને જુદા-જુદા સ્વાદમાં તૈયાર કરી શકાય છે. આ ગરમીની સિઝનમાં તમે ઘરે ત્રણ પ્રકારના ટેસ્ટી અને હૅલ્ધી રાયતા (Healthy Food) બનાવી શકો છો. આ રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો (Kids) સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. અહિં તમને બુંદીના રાયતાની રેસિપી અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.
શી રીતે બનાવશો બુંદીનું રાયતુ? (Boondi Raita Recipe)
બુંદીનું રાયતુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ તાજુ દહીં
1/2 કપ બુંદી
1/2 નાની ચમચી શેકેલો જીરા પાવડર
સ્વાદાનુસાર મીઠું
એક ચપટી સંચળ
એક ચપટી લાલ મરચું
1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
આવશ્યકતા અનુસાર પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ દહીં (Curd)ને એક બાઉલમાં લઇને સારી રીતે ફેંટી લો જેથી એ સ્મૂધ બની જાય.
2. દહીં ઘટ્ટ હોય તો એમાં થોડું પાણી મિક્સ કરી લો.
3. હવે એમાં બુંદી (Boondi) ઉમેરીને 2-3 મિનિટ સુધી રહેવા દો જેથી એ હળવી સૉફ્ટ થઇ જાય.
4. હવે એમાં સ્વાદાનુસાર મીઠું, સંચળ, શેકેલો જીરા પાવડર અને લાલ મરચા પાવડર મિક્સ કરીને સારી રીતે હલાવી લો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સજાવી લો.
તો તૈયાર છે તમારું સ્વાદિષ્ટ અને ઠંડક આપતુ બુંદીનું રાયતુ…જેને તમે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકીને લંચ કે ડિનર (Lunch or Dinner) સાથે પણ સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: ઉનાળામાં હોઠ કેમ ફાટી જાય છે? સુંવાળા અને ગુલાબી રાખવા અજમાવો ઘરગથ્થું ઉપચાર
આ પણ વાંચો: ઇસબગુલ ફક્ત ઉનાળામાં જ કેમ ખાવું જોઈએ? જાણી લો ખાવાની સાચી રીત
આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…
