Lifestyle/ ખાતા વેંત પેટની ગરમીને શમાવી દેશે બિલાનો મુરબ્બો…રાહત મેળવવા માટે ફટાફટ બનાવો આ રેસિપી…

બિલાનો મુરબ્બો (Bel Murabba)…આ મુરબ્બાની વિશેષ બાબત એ છે કે, એ માટે તમારે ખાંડની પણ જરુર નહિં રહે…ગોળનો ઉપયોગ કરીને પણ તમે આ પોષણયુક્ત….

Trending Food Health & Fitness Lifestyle
Bel Murabba, કોઠમડા, ઉનાળાની રેસિપી, શિવજી, ઓષધીય ગુણ

Lifestyle: બિલાનો મુરબ્બો (Bel Murabba) એક ઔષધીય અને પોષક તત્વોથી ભરપૂર વાનગી છે. શિવજી (Lord Shiva)ને જે બિલી પત્ર ચડાવીએ છીએ એ પવિત્ર બિલ્વ વૃક્ષના ફળના ગર્ભમાંથી બનાવવામાં આવતી આ રેસિપી ઉનાળામાં શરીરને ઠંડક પ્રદાન કરવા ઉપરાંત પોષણ પણ પ્રદાન કરશે.

કોઠમડા શરીરને ઠંડક પ્રદાન કરે છે

ઉનાળાની ગરમીની ઋતુ (Summer Season) આવતાવેંત જ કંઇક ઠંડુ ખાવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. આ ઋતુમાં પેટ ખરાબ થવાની સમસ્યા ઘણી વધી જાય છે અને તીવ્ર ગરમીના કારણે લૂ લાગવાનું જોખમ પણ વધી જાય છે. આ સંજોગોમાં, બિલી ફળ (Bel Fruit) જેને આપણે કોઠમડા તરીકે પણ ઓળખીએ છીએ એ બિલાનું શરબત અને બિલાનો મુરબ્બો બનાવવાથી સ્વાસ્થ્યને ઘણો જ ફાયદો થાય છે.

કોઠમડા તરીકે ઓળખાતા બિલી ફળના અન્ય નામો છે વુડ એપલ, સ્ટોન એપલ અને બંગાળ ક્વિન્સ (Wood Apple, Stone Apple & Bengal Quince)…

Bel Murabba, કોઠમડા, ઉનાળાની રેસિપી, શિવજી, ઓષધીય ગુણ

બિલીનો મુરબ્બો એક ઔષધીય અને પોષક તત્વોથી ભરપૂર વાનગી

શિવજી (Lord Shiva)ને જે બિલી પત્ર ચડાવીએ છીએ એ પવિત્ર બિલ્વ વૃક્ષના ફળના ગર્ભમાંથી બનાવવામાં આવતો બિલીનો મુરબ્બો એક ઓષધીય અને પોષક તત્વોથી ભરપૂર વાનગી છે. આ રેસિપી ઉનાળામાં શરીરને ઠંડક પ્રદાન કરવા ઉપરાંત પોષણ પણ પ્રદાન કરશે.

આ મુરબ્બાની વિશેષ બાબત એ છે કે, એ માટે તમારે ખાંડની પણ જરુર નહિં રહે…ગોળ (Jaggery)નો ઉપયોગ કરીને પણ તમે આ મુરબ્બો બનાવીને તૈયાર કરી શકો છો અને આખું વર્ષ આરામથી એનું સેવન કરી શકો છો.

શી રીતે બનાવશો બિલાનો મુરબ્બો (Bel Murabba)?

બિલાનો મુરબ્બો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

કાચા બિલી ફળ

પ્રમાણસર ગોળ

ચાસણી કરવા જરુર જેટલું પાણી

Bel Murabba, કોઠમડા, ઉનાળાની રેસિપી, શિવજી, ઓષધીય ગુણ

બનાવવાની વિધિ

1. બિલાનો મુરબ્બો બનાવવા માટે તમારે એક કાચું બિલાનું ફળ એટલે કે કાચું કોઠમડું લેવાનું રહેશે. અહિં યાદ રાખો કે, ક્યારેય પણ પાકા બિલ્વફળનો મુરબ્બો બનાવવામાં નથી આવતો. હાલ માર્ચ મહિનામાં બિલાના ફળ કાચા હોય છે અને એથી જ આ મુરબ્બો બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

2. જો તમારા ઘરે અથવા આસપાસ બિલીનું વૃક્ષ હોય તો તમે એને તોડી શકો છો નહિં તો બજારમાંથી પણ કાચા કોઠમડા મળી રહેશે.

3. બિલા ફળને તોડીને એની કઠણ છાલ દૂર કરી લેવી. એની અંદરથી ગોળ આકારના નારિયેળ જેવો બિલીનો ગર્ભ નીકળશે.

4. હવે તમે એને કોઇ પણ આકારમાં કાપી શકો છો. એના નાના-નાના ટુકડા કરી લો અને એ પછી એને ધોઇ લેવા અને જેટલા પણ બીજ હોય એ દૂર કરી લેવા.

5. હવે એક તપેલામાં પાણી ઉકાળો અને એમાં તમારે જેટલા બિલાનો મુરબ્બો બનાવવો હોય એટલા ફળના ટુકડા ઉમેરી દો. પાણીમાં થોડી ફટકડી (Alum) મિક્સ કરો અને લગભગ 2 મિનિટ સુધી પકાવી લેવું. આમ કરવાથી બિલામાં અંદર રહેલી તમામ અશુદ્ધિઓ (Impurities) દૂર થઇ જશે.

6. 5 મિનિટ બાદ પાણીને ગાળીને અલગ કરી લો અને એમાંથી બિલાના પાકેલા ટુકડા અલગ કરી લેવા.

7. હવે એક પૅનમાં થોડું પાણી અને પ્રમાણસર ગોળ ઉમેરીને પીગાળી લો અને જ્યારે ચાસણી બનવા લાગે ત્યારે એમાં ઉકાળેલા કોઠમડાના ટુકડાઓને ઉમેરી દો.

8. જ્યાં સુધી બિલાના ટુકડા નરમ થાય ત્યાં સુધી આ ચાસણીમાં પકાવી લેવા. આમ કરવાથી ગોળ બિલા ફળની અંદર સુધી રસબસ થઇ જશે.

9. જ્યારે આ ટુકડા તદ્દન નરમ થઇ જાય ત્યારે ગૅસને બંધ કરી લેવો. પૅનને નીચે ઉતારીને એમાં થોડો લીંબુનો રસ (Lemon Juice) ઉમેરવો જેથી ચાસણી જામશે નહિં. લીંબુ એક નેચરલ પ્રિઝર્વેટિવની જેમ જ કામ કરશે. આમ કરવાથી તમારો મુરબ્બો લાંબા સમય સુધી ખરાબ નહિં થાય!

Bel Murabba, કોઠમડા, ઉનાળાની રેસિપી, શિવજી, ઓષધીય ગુણ

તો તૈયાર છે તમારો બિલાનો મુરબ્બો…આ પોષણયુક્ત મુરબ્બો ફટાફટ બનાવીને તમે આખું વર્ષ ખાઇ શકો છો. એેને ઠંડો કરીને એક કાચના જારમાં ભરી લેવો. દરરોજ એક-બે ચમચી જેટલો આ મુરબ્બો ખાવાથી તમારું પેટ ઠંડુ રહેશે અને પાચન શક્તિ (Digestion) મજબૂત રહેશે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!

આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!

આ પણ વાંચો: શી રીતે બનાવવો મોંમાં ઓગળી જાય એવો દૂધીનો હલવો? જબરદસ્ત સ્વાદિષ્ટ રેસિપી…