દેશમાં રાફેલ ડીલને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા દ્વારા હાલમાં જ એક ઓડિયો કલીપ જાહેર કરવામાં આવી છે અને રાફેલ ગોટાળાની ફાઈલ ગોવાના સીએમ મનોહર પર્રિકરના ફ્લેટમાં તેમના બેડરૂમમાં છે તેવો દાવો કર્યો હતો.
The audio clip released by the congress party is a desperate attempt to fabricate facts after their lies were exposed by the recent Supreme Court verdict on Rafale. No such discussion ever came up during Cabinet or any other meeting.
— Manohar Parrikar Memorial (@manoharparrikar) January 2, 2019
ગોવાના સીએમ પર્રિકરે આ મામલે ટ્વીટ કરીને કોંગ્રેસને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓડિયો ક્લિપ રાફેલ પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા તેમના જૂઠાણાંને ખુલ્લા કર્યા પછી હકીકતો બનાવવાનો એક ભયંકર પ્રયાસ છે.
કેબિનેટ અથવા અન્ય કોઈ મીટિંગ દરમિયાન આવી કોઈ ચર્ચા થઈ નથી.
શું છે મામલો ?
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ પીએમ મોદીએ જે રાફેલ ડીલ વિશે કહ્યું છે તેને લઈને આરોપ લગાવ્યા છે.
#WATCH Randeep Surjewala, Congress releases audio clip of Goa Health Minister Vishwajit Pratapsingh Rane claiming Chief Minister Manohar Parrikar has "All the files related to #RafaleDeal in his bedroom" pic.twitter.com/M8VZbfPnxJ
— ANI (@ANI) January 2, 2019
કોંગ્રેસે કહ્યું છે કે, ગોવાના સીએમ પાસે રાફેલ ડીલને લઈને ભ્રષ્ટાચારની દરેક ફાઈલ છે.
Hear the leaked conversation with BJP MLA, @visrane, as he reveals Goa CM @manoharparrikar has hidden details of the #RafaleScam #RafaleAudioLeak pic.twitter.com/pIWnmFQp3q
— Congress (@INCIndia) January 2, 2019
કોંગ્રેસે આ મામલે ગોવાના મંત્રી વિશ્વજીતની ઓડિયો ટેપ જાહેર કરી છે. આ ઓડિયો ટેપને વિશ્વજીતે બકવાસ કહી છે.
