Lifestyle: લીંબુ-મેથીનું પાણી (Lemon Methi Water) પોષણનો ભંડાર હોય છે અને આજે અહિં અમે તમને દર્શાવીશું કે, દરરોજ આ પીણાને પીવાના કેટલા સ્વાસ્થ્યલાભ છે! રોજ તમે જો આ ડ્રિંક પીશો તો તમારી હૅલ્થ પર આના ઘણા જ પોઝીટિવ પરિણામો જોઇ શકાય છે. વધુ સારા પરિણામો માટે તમારે સવારે ખાલી પેટે જ લીંબુ-મેથીનું પાણી કન્ઝ્યુમ કરવાનું શરુ કરી દેવું જોઇએ. કેવળ થોડા જ અઠવાડિયામાં તમે જોશો કે એના હકારાત્મક પરિણામો તમારા શરીરમાં ખરેખર મહેસૂસ થશે!

મેથીના ગુણ
સ્વાસ્થ્ય માટે મેથી (Fenugreek)નું સેવન અત્યંત ગુણકારી છે. ખાસ કરીને, ડાયાબિટીસ, પાચન તથા સાંધાના દુખાવામાં એ રાહત આપવા ઉપરાંત, શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol)નું સ્તર પણ ઓછું કરે છે, ચરબીનું દહન કરીને વજન નિયંત્રણમાં મદદ કરે છે,વળી બ્લડ શુગર (Blood Sugar) લેવલને સ્થિર રાખે છે. મેથીમાં પ્રોટીન, ફાઈબર તથા આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
લીંબુના ગુણ
સ્વાસ્થ્ય (Health) માટે લીંબુનું સેવન અત્યંત ગુણકારી છે. એ વિટામિન C, એન્ટીઑકિસડન્ટ્સ અને સાઇટ્રિક એસિડ (Vitamin C, Antioxidants and Citric acid)નો ઉત્તમ સ્ત્રોત છે. શરીરને હાઇડ્રેટેડ રાખવામાં અને ડિટોક્સ કરવામાં લીંબુ (Lemon) સહાયક છે. એના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચનમાં સુધારો થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે કિડનીમાં પથરી થતાં અટકાવે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
લીંબુ-મેથીનું પાણી (Lemon Methi Water) પીવાના લાભ
લીંબુ-મેથીનું પાણી પીવાના અનેક સ્વાસ્થ્યલાભ છે જેમાંથી મુખ્ય 2 લાભ અહીં દર્શાવેલા છે જે તમને હંમેશા સ્વસ્થ રાખશે.

વેઇટ લોસમાં સહાયક
આ ડ્રિંકની મદદથી ન કેવળ કેલરી બળે છે પરંતુ મેટાબોલિઝમ પણ બુસ્ટ અપ થઇ શકે છે. આ જ કારણ છે કે, વેઇટ લોસ જર્ની (Weight Loss Journey)ને આસાન બનાવવા માટે આ લીંબુ-મેથી પાણીનું સેવન કરવામાં આવે છે. આ ગુણકારી પાણીને પીવાથી તમારા પાચન અને ગટ હૅલ્થને અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. ગેસ, એસિડીટી અને કબજીયાત (Gas, Acidity and Constipation)થી છૂટકારો મેળવવા માટે આ ડ્રિંકની મદદ લઇ શકાય છે.
બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં મદદગાર
ડાયાબિટીઝ (Diabetes)ના દર્દીઓ માટે આ પીણું અત્યંત ફાયદાકારક છે. રક્તદબાણના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે તમે લીંબુ-મેથીના આ પાણીનું સેવન નિયમિતપણે કરી શકો છો. જો કોલેસ્ટ્રોલ લેવલને તમે કંટ્રોલ કરવા ઇચ્છતા હો તો પણ તમારે આ પીણાને તમારા રેગ્યુલર ડાયેટ (Regular Diet)નો ભાગ બનાવી શકો છો. ચાહે ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય કે પછી શરીર ડિટૉક્સ (Detox) કરવું હોય તો પણ આ પીણું અત્યંત ફાયદાકારક સિદ્ધ થાય છે.

શી રીતે બનાવશો આ ડ્રિંક?
1. રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ટી સ્પૂન મેથી દાણા પલાળીને મૂકી રાખો.
2. બીજા દિવસે સવારે આ પાણીને ગાળી લો.
3. ગાળેલા પાણીમાં અડધું લીંબુ નીચોવીને મિક્સ કરી લો.
4. જો તમે એનો સ્વાદ વધારવા માગતા હો તો એમાં મધ (Honey) પણ ઉમેરી શકો છો.
તો તૈયાર છે ઔષધીય ગુણોથી ભરપૂર મેથી-લીંબુ ડ્રિંક…જેનુ સેવન કરીને તમે તમારા સ્વાસ્થ્યને તદ્દન તરોતાજા રાખી શકો છો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…
આ પણ વાંચો: સીડ્સ ખાવાની યોગ્ય પદ્ધતિ કઇ છે? કોઇપણ બીજને કેટલી વાર પલાળી રાખવા જોઇએ?
