Lifestyle: નખ પર કાળી લાઇન થવી (Black Lines on Nails) એને સાયન્ટિફિક ભાષામાં ‘મેલાનોનીચિયા’ (Melanonychia) કહેવામાં આવે છે એમાં નખ પર મેલેનિન પિગમેન્ટ (Melanin pigments) જમા થવા લાગે છે. આ સમસ્યાને કારણે, નખ પર કાળા કે ભૂરા રંગની લાઈન કે ડાઘા પડે છે.
તે સામાન્ય રીતે ઈજા, બીમારી, દવાઓ (Injury, Illness, Medications) અથવા ક્યારેક મેલાનોમા કે જે કેન્સરનો એક પ્રકાર છે, એના જેવી ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે. આ મેલાનોનીચિયા નામની બીમારીમાં હાથ કે પગની આંગળીના નખ પર ઊભી અથવા આડી પટ્ટીઓ દેખાય છે, જેના માટે તબીબ (Doctor)ની સલાહ લેવી આવશ્યક છે. જો તમારા નખ પર પણ આવી કાળી કે ભૂરી પટ્ટીઓ (Black or Blue Lines) દેખાવા લાગે તો પ્રાથમિક અનુમાન મુજબ, તમારા શરીરમાં કોઇ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા (Health Problems) સર્જાઇ છે! ભગવાન ન કરે પણ આ બીમારી કોઇ ગંભીર રોગ જેવા કે, મેલેનોમા કેન્સર (Melanoma Cancer)નું લક્ષણ પણ હોઇ શકે છે.

મેલેનોમા એક પ્રકારનું સ્કિન કેન્સર
સ્કિન કેન્સર એ સૌથી ખતરનાક ગણાય છે, જેને મેલેનોમા પણ કહે છે. આજે વૈશ્વિક સ્તરે કેન્સર એક ગંભીર સમસ્યા બની ચૂકી છે, અને આજે કોઈ પણ વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. આ ગંભીર કર્કરોગ (Cancer)ના અનેક પ્રકારો છે, જે શરીરના વિવિધ ભાગો પર અસર કરે છે. તેથી શરીરના જે-તે ભાગોના નામથી ઓળખાય છે, આ પૈકીનું એક છે સ્કિન કેન્સર!
માણસના નખની રચના, રંગ અને આકાર (Colour & Shape) પરથી અમુક અંશે તેના સ્વાસ્થ્ય વિશે અનુમાન લગાવી જાણી શકાય છે. ઘણી વખત, અમુક લોકોના નખ સફેદ,પીળા અને કાળા (Black Lines on Nails) થવાની સમસ્યા જાગતી હોય છે. અમુક લોકોના નખમાં ભૂરી અથવા કાળી રેખાઓ બન્યા બાદ નખ નબળા પડી જવા અને તૂટવા જેવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. આવા સંજોગોમાં આ રોગને સાધારણ ગણવાની ભૂલ ન કરવી જોઈએ.

નખ પર કાળી લાઇન થવી (Black Lines on Nails)ના કારણો
નખ કાળા પડવાના કારણો ((Black Lines on Nails Reasons)માં કોઇ ગંદકી, ઈજા, ફંગલ ઇન્ફેક્શન (Infection) અથવા તો મેલાનોમા કેન્સર જેવી ગંભીર બીમારી ઉપરાંત, કિડની કે લીવર (Kidney & Liver) જેવા આંતરિક અવયવોની સમસ્યાઓ ઉદ્ભવવા જેવા અનેક કારણો હોઈ શકે છે. તેથી સમયસર નિદાન માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. નખમાં કાળાશ ઉદ્ભવવી એ સામાન્યથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે! આ ઉપરાંત, શરીરમાં લોહીના પરિભ્રમણ (Blood Circulation), યોગ્ય પોષણની ઉણપ (Nutritional Deficiency) અથવા તો અન્ય રોગો (Diseases) તરફ ઇશારો કરે છે.
નખ પર કાળી લાઈન દેખાવાના કારણો
નખ પર કાળી લાઈન દેખાવાના કારણો અનેકવિધ હોઇ શકે છે, જેમાં મુખ્યત્વે આ પ્રમાણે છે.
1. ત્વચાનો રંગ
જે વ્યક્તિનો સ્કિન કલર ડાર્ક હોય તો એને મેલોનોનીચિયા થઇ શકે છે અર્થાત્ નખ પર કાળી ધારી દેખાઇ શકે છે.

2. ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા અથવા પ્રેગનન્સી (Pregnancy) દરમિયાન, કેટલીક મહિલાઓની સ્કિનનો રંગ પરિવર્તિત થઇ શકે છે. આ કારણથી પણ નખ પર નિશાન દેખાઇ શકે છે.
3. ચેપ લાગવો
કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન, જેવા કે ફંગલ, બેક્ટેરિયલ અથવા તો વાયરલ ચેપ જેમ કે એચઆઈવી કે એચપીવી (HIV or HPV)ને લીધે પણ નખ પર કાળા નિશાન ઉદ્ભવી શકે છે.
4. સોજા આવવા
સ્કિનની કેટલીક પરિસ્થિતિમાં નખ તથા એની આસપાસની ત્વચા સૂઝી જાય છે અને એને મેલેનોનીચિયા કહેવાય છે. જો તમારો આહાર અયોગ્ય હોય, પ્રોટીન કે વિટામિન ડી કે વિટામિન B12ની ઉણપ હોય ત્યારે પણ નખ પર કાળી લાઈન બની શકે છે.
5. ટ્રૉમા (ઈજા કે દબાણ)
જ્યારે તમારા પગના નખ પર કાળી પટ્ટીઓ દેખાવા લાગે તો પ્રાથમિક કારણ તપાસવું. જો તમે અત્યંત ટાઇટ શૂઝ પહેરતા હો તો પણ આમ થઇ શકે છે. અને જો હાથના નખ પર આવા નિશાન જણાય તે નખ ચાવવાની કે નખ ખેંચવાની ક્રિયાઓ એ માટે કારણભૂત થઇ શકે છે.
6. ત્વચાના રોગો
સોરાઇસિસ, ક્રોનિક રેડિયો ડર્મેટાઇટિસ અથવા તો ક્રોનિક પેરોનિચિયા જેવી સ્કિન કન્ડિશન્સમાં પણ નખ પર કાળા કે ભૂરા નિશાન ઉદ્ભવી શકે છે.
7. કેન્સર કે ટ્યૂમર
અમુક જાતના કેન્સર કે ટ્યૂમર થવાથી પણ નખ કાળા બને છે, જેના કારણે નખના આંતરિક ટિશ્યૂ ડેમેજ (Tissue Damage) થવા લાગે છે.
નખ પર લાઇનિંગની સમસ્યાને સમજો
સૌપ્રથમ તો એ જાણવું અત્યંત આવશ્યક છે કે, તમને આ સમસ્યા શાથી થઇ રહી છે? જ્યારે સમસ્યાનું મૂળ પકડાશે ત્યારે જ એનો ઉપચાર સંભવ બનશે! જો તમારા નખ પર કોઇ ઇજા થયેલી છે તો એ ઇજા રુઝાવાથી, જો કોઇ ઇન્ફેક્શન હોય તો એની ટ્રીટમેન્ટ કરાવવાથી અને મહિલાના કિસ્સામાં જો એ ગર્ભવતી (Pregnant) છે તો બાળકના જન્મ બાદ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

વિટામિનની ઉણપ શી રીતે કરશો દૂર?
નખ પરની લાઇનિંગ (Black Lines on Nails) તમારા શરીરમાં રહેલી કોઇ વિટામિનની ઉણપ (Lacking of Vitamin)ને દર્શાવે છે. આવામાં તમે આહારમાં ફેરફારો કરીને વિટામિન 12 અને વિટામિન ડી (Vitamin B12 & Vitamin D)ની કમીની આપૂર્તિ કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં પર્યાપ્ત માત્રામાં દૂધ, મશરુમ,ઇંડા વગેરે તથા જો તમે નોનવેજીટેરિયન હો તો માછલી (Milk, Mashroom, Eggs, Fish)ને તમારા ડાયેટમાં સામેલ કરવી આવશ્યક છે. આ ઉપરાંત, ફોર્ટિફાઇડ ફૂડ અને ડૉક્ટરની સલાહથી વિટામિન સપ્લિમેન્ટ્સ (Vitamin Supplements)ને પણ ડાયેટમાં સામેલ કરી શકો છો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
આ પણ વાંચો: શા કારણથી ભારતના યુવાનોમાં માથા અને ગરદનનું કેન્સર વધી રહ્યું છે? જાણીએ ડૉક્ટર પાસેથી બચાવના ઉપાયો…
આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!
