તમને જો ગરમાગરમ ચા કે કોફી પીવાની કે બધુ જ ગરમાગરમ ખાવાની ટેવ હોય તો ચેતવું જરૂરી છે….નિયમિત રીતે ઉકળતી ચા કે કોફી પીવી તમારા શરીર માટે નુકસાનકારક નીવડી શકે છે…. તમને ખબર પણ ન હોય અને તમે તમારી આ ટેવના કારણે કેન્સરનો ભોગ બની શકો છો…. હા, ચોંકતા નહીં, તમારી જ પોતાની આ ટેવ તમને અન્નનળીના કેન્સર એટલે કે અસોફેગલ કેન્સર તરફ દોરી જઈ શકે છે….
કેટલાક લોકો ગરમાગરમ ચા કે કોફી ગટગટાવી જાય છે, આવું ક્યારેક ચાલી જાય કોઈ વાંધો નહીં આવે…. પણ જો તમે નિયમિત ધોરણે આવું કરતાં હોવ તો હજી પણ ચેતી જવાનો સમય છે…. કેટલાય તબીબી અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે સતત ઉકળતી વસ્તુ પીઓ કે ગરમાગરમ વસ્તુઓ ખાવો તો લાંબા ગાળે તમને કેન્સર થઈ શકે છે….હા, અન્નનળીનું કેન્સર થઈ શકે છે…..
આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે અને તેમા પણ ગરમાગરમ ચા કે કોફી ગટગટાવી જનારાને વધારે લાગશે, કારણ કે તેઓને તેમની આદત છે…. એશિયન પેસિફિક જર્નલ ઓફ કેન્સર પ્રીવેન્શનમાં છપાયેલા અહેવાલ મુજબ ગરમાગરમ ચીજો પીવાથી કેન્સરનું જોખમ વધી જાય છે….
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરમાં છપાયેલા અહેવાલ મુજબ અત્યંત ગરમાગરમ ચીજો ખાવાથી અન્નનળીના કેન્સરની સંભાવના વધી જાય છે…. જો કે ઇન્ટરનેટ પર આવા કેટલાય રિસર્ચ અને સ્ટડીઝની ભરમાર છે….
જો કે આમ છતાં આ અંગે નિષ્ણાતોના અભિપ્રાય જુદાં-જુદાં છે….તેથી આ અંગે જાણીતા નિષ્ણાતનો સંપર્ક સાધવામાં આવ્યો…. આ જાણીતા નિષ્ણાત સંદીપસિંહ મલ્હોત્રા દિલ્હીમાં સીકે બિરલા હોસ્પિટલમાં મોલેક્યુલર ઓન્કોલોજીના સર્જિકલ હેડ તથા વિભાગના ડાયરેક્ટર છે….
તેમણે જણાવ્યું હતું કે તાજેતરના રિસર્ચ મુજબ સતત ગરમ ચીજો પીવાથી અન્નનળીમાં કેન્સરની સંભાવના વધી જાય છે….અન્નનળીના આ પ્રકારના કેન્સરને અસોફેગલ કેન્સર કહે છે…. તેનું કારણ એ છે કે સતત ગરમ ચીજો ખાવાથી અન્નળીને અંદરથી નુકસાન થાય છે….તેના અવયવો ક્ષતિગ્રસ્ત થાય છે…. તેના કારણે આ અવયવોમાં રહેલા કોષો તૂટે છે અને આ ક્ષતિ ઝડપથી ભરાતી નથી, કારણ કે તે વ્યક્તિ સતત ગરમાગરમ વસ્તુઓ પીતો હોય છે, જમતો હોય છે….તેના કારણે શરીરમાં રીએકશન આવે છે…. તેને સોજો અને એન્જિયોજિનેસિસ કહે છે…તેના કારણે ત્યાં ટ્યુમર પણ આકાર લે છે…. તેના કારણે નવા કોષોની બનાવટમાં પણ ફેરફાર થાય છે….તેના કારણે અન્નનળીમાં એવા કોષો બનવા લાગે છે જે આગળ જઈને કેન્સર પેદા કરે છે…. સતત ગરમ ચીજો અન્નનળીને નુકસાન પહોંચાડે છે….આમ સતત ક્ષતિગ્રસ્ત રહેતી અન્નળીમાં કેન્સરનું જોખમ વધી જાય છે….
આ વાતને તે રીતે જોવી જોઈએ કે શરીરમાં કોઈ ચામડી બળી ગઈ હોય અથવા અકસ્માતથી ઇજા થઈ હોય…. આ નોન-હીલિંગ અલ્સર બની શકે છે અથવા તો એવું અલ્સર બની શકે છે જેને ઠીક કરી શકાતું નથી…. આવું એકદમ ગરમ ચીજો પીવાથી થાય છે….સતત ગરમ ચીજો પીવાથી અન્નળી ક્ષતિગ્રસ્ત રહેવાથી કેન્સરની સંભાવના વધી જાય છે….
જો કે આનાથી કંઈ ડરવાની જરૂર નથી…. આ બાબત સતત ગરમાગરમ પીણુ કે આહાર લેનારાને જ લાગુ પડે છે….આ પ્રકારના કેન્સરથી બચવું હોય તો આપણે 65 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનમાં રહેતી ચીજો જ લેવી જોઈએ….જો તમારી પાસે કોઈ અત્યંત ગરમાગરમ વસ્તુ ખાવા માટે આવી હોય તો તેને થોડી ઠંડી થવા દેવી જોઈએ…. સતત ગરમાગરમ ચીજો વારંવાર ખાવી ન જોઈએ….
કેટલાક દેશ જ્યાં સતત ગરમાગરમ ચીજોનું જ નિયમિત સેવન થતું જોવા મળ્યું છે ત્યાં કેન્સરનું પ્રમાણ પણ ઊંચું જોવા મળ્યું છે…. જાપાન અને ઇરાન આવા દેશો છે. ભારતમાં જો કે શાંતિ છે, લોકો આમ પણ બહુ ગરમાગરમ વસ્તુઓ પીતા નથી કે જમતા નથી….તેઓ નોર્મલ ગરમ વસ્તુઓ જ પીવે છે કે જમે છે. અહીં બસ ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે સતત ગરમાગરમ વસ્તુ ન ખવાય….
બધુ મળીને સાર એ છે કે તમે જો અવિરત ધોરણે ગરમાગરમ પીતા હોય કે ખાતા હોય તો તેમા બ્રેક લો…. તેથી તમારી પાસે આવતી કોઈપણ પીવાની કે જમવાની વસ્તુ ખૂબ જ ગરમ હોય તો તેને ઠંડી થવા દો….જીવનમાં ક્યારેય કેન્સર નહીં થાય….
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર

