Lifestyle/ સીડ્સ ખાવાની યોગ્ય પદ્ધતિ કઇ છે? કોઇપણ બીજને કેટલી વાર પલાળી રાખવા જોઇએ?

Seeds-Dry Fruits (બીજ- સૂકો મેવો) હંમેશા પાણીમાં પલાળીને ખાવા વધુ યોગ્ય છે. વાસ્તવમાં, આયુર્વેદના હિસાબે બીજને પલાળીને ખાવાનું ઉત્તમ માનવામાં આવે છે.

Trending Food Health & Fitness Lifestyle
Seeds-Dry Fruits ,બીજ- સૂકો મેવો, ડ્રાય ફ્રુટ્સ, બદામ, કાજુ

Lifestyle: આજકાલ દરેક પ્રકારના બીજ-સૂકો મેવો (Seeds-Dry Fruits) ખાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય માટે ચિયા સીડ્સ, અળસીના બીજ, તરબૂચ અને ટેટીના બીજ તથા કોળાના બીજ (Chia seeds, flax seeds, watermelon , pumpkin seeds) ઉપરાંત અનેક પ્રકારના બીજ ફાયદાકારક હોય છે.

ડૉક્ટર્સ તો દરરોજ કેટલાક બીજ ખાવાની સલાહ આપે છે. તમારા રોજીંદા ડાયેટમાં સીડ્સ ઉમેરવાથી તમને ઘણા લાભ થાય છે જેમ કે, વાળ ખરવાનું પ્રમાણ ઓછું થાય છે. બીજમાં હૅલ્ધી ફેટ્સ હોય છે અને એ ઉપરાંત, અનેક વિટામિન પણ પ્રાપ્ત થાય છે જેથી તમારી હૅલ્થ સુધરી (Health) શકે છે. પરંતુ, તમે શું જાણો છો કે બીજ ખાવાની યોગ્ય પદ્ધતિ કઇ છે? શું તમામ પ્રકારના બીજ અને ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits)ને ભીંજાવીને ખાવા યોગ્ય રહેશે ખરાં?

બીજ-સૂકો મેવો (Seeds-Dry Fruits) ખાવાની યોગ્ય પદ્ધતિ

વાસ્તવમાં, આયુર્વેદ (Ayurveda)ના હિસાબે બીજને પલાળીને ખાવા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે, જે પણ વૃક્ષ અથવા તો છોડનું બીજ ખાવામાં વાપરવામાં આવે છે એ બીજમાં તમામ પોષક તત્વ (Nutritions) એક સૂક્ષ્મ સ્વરુપે એકઠા થઇ જાય છે. અર્થાત્ એ બીજમાં જે પણ પોષણ છે એ કન્ડેન્સ્ડ ફોર્મમાં છે અથવા તો એમ કહીએ કે, તમામ પોષણ એક રીતે સમ્મિલિત થઇને બીજમાં એકઠું થઇ ગયું છે. આ સંજોગોમાં, આ બીજનો પૂર્ણ ફાયદો લેવા માટે તમારે એને પાણીમાં ભીંજવવા અત્યંત આવશ્યક છે જેથી એમાં રહેલા તમામ પોષક તત્વો એક્ટિવ અર્થાત્ જીવંત અવસ્થામાં આવી જશે.

Seeds-Dry Fruits ,બીજ- સૂકો મેવો, ડ્રાય ફ્રુટ્સ, બદામ, કાજુ

બીજને કેટલી વાર સુધી પલાળીને ખાવા યોગ્ય છે?

તમે બીજને વધુમાં વધુ 6 થી 8 કલાક સુધી પલાળી શકો છો. જો સમય ઓછો હોય તો ઓછામાં ઓછા 2 કલાક અગાઉથી તો એમને જરુર પલાળી રાખવા. બીજ ખાતા પહેલા એક અન્ય બાબતનું ધ્યાન અવશ્ય રાખવું. બીજને પલાળતા પહેલા સારી રીતે ધોઇ લેવા, કારણ કે કેટલીક વાર શેલ્ફ લાઇફ વધારવા માટે એમના પર અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ (Preservatives) પણ લગાવવામાં આવતા હોય છે.

Seeds-Dry Fruits ,બીજ- સૂકો મેવો, ડ્રાય ફ્રુટ્સ, બદામ, કાજુ

ડ્રાય ફ્રુટ્સ ખાવાની યોગ્ય રીત કઇ છે?

બીજ વાળો ફોર્મ્યુલા દરેક પ્રકારના મેવાને લાગુ પડે છે. ખાતા પહેલા કાજૂ, બદામ, અખરોટ, કિશમિશ, અંજીર, આલુબુખારા, પિસ્તા અને બાકીના ડ્રાય ફ્રુટ્સ (Cashews, Almonds, Walnuts, Raisins, Figs, Plums, Pistachios etc. Dry fruits)ને પણ સારી રીતે ધોઇને કેટલાક કલાક સુધી પાણીમાં અવશ્ય પલાળી રાખવા. આ રીતે કરવાથી એની એનર્જી અને ગુણ વધી જાય છે.

Seeds-Dry Fruits ,બીજ- સૂકો મેવો, ડ્રાય ફ્રુટ્સ, બદામ, કાજુ

મેવા અને બીજને ભીંજાવીને ખાવાના ફાયદા

મેવા અને બીજને ભીંજાવીને ખાવાથી એની તાસીર બદલાઇ જાય છે. સૂકો મેવો અને બીજ સીધા જ ખાવાથી એની ગરમ તાસીર માનવામાં આવે છે જે કેટલાકને નડી પણ શકે છે. એમ કરવાથી એ ઠંડક પ્રદાન કરે છે. બીજ અને મેવાને પાણી પલાળીને ખાવાથી એમને પચાવવાનું સરળ બની જાય છે અને વધારે ફાયદો આપે છે.


આ પણ વાંચો: કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?

આ પણ વાંચો: લાંબા સમય સુધી યુરીન રોકી રાખવું અત્યંત હાનિકારક, આ 5 કુટેવો કરશે કિડનીને નુકસાન..!