Lifestyle: પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, 30 દિવસ સુધી લગાતાર ભીંજવેલી બદામ ખાવાથી તમારા શરીરમાં શું પરિવર્તન આવે છે?
બદામ (Almonds)માં રહેલા અનેક ગુણોને કારણે એને સુપરફૂડ (Super Food) કહેવાય છે એમાં ફાઇબર, વિટામિન ઈ, પ્રોટીન (Fiber, Vitamin E, Protein), હૅલ્ધી ફૅટ્સ, મોનોસેચ્યુરેટેડ અને પૉલીસેચ્યુરેટેડ ફૅટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, કૉપર તથા આર્યન જેવા અઢળક પોષક તત્વોનો અંબાર હોય છે! એન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર બદામ હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશર તથા વાળ અને સ્કિન (Heart Health, BP, Hair, Skin) માટે પણ અત્યંત લાભદાયી છે.
પરંતુ જ્યારે બદામને રાતભર પલાળી રાખવામાં આવે છે અને સવારે એનું સેવન કરવામાં આવે છે ત્યારે તો આ સ્વાસ્થ્ય લાભ (Health benefits) અનેકગણા વધી જાય છે! તમે સતત 30 દિવસ સુધી પલાળેલી બદામ ખાઇ જુઓ અને પછી જુઓ એનો જાદુ!
1. પાચન તંત્રને સુચારું રાખે
બદામ ખાવાથી એનું પાચન (Digestion) ઝડપથી થાય છે પણ જો તમે એને પલાળીને ખાઓ તો શરીર પલાળેલી બદામ (Soaked Almonds)નાં પોષક તત્વો (Nutrition)ને વધુ સરળતાપૂર્વક અને સારી રીતે અવશોષિત (Absorb) કરી શકે છે. બદામની છાલને પચાવવી થોડી અઘરી હોય છે પણ જો એને પલાળવામાં આવે તો એ સરળતાથી પચી જાય છે.

2. હૃદય માટે ફાયદાકારક
બ્રિટનની હૅલ્થ ‘વેબસાઇટ મેડિકલ ન્યુઝ ટુડે’ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બદામમાં વિટામિન ઈ હોય છે જે એક શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ (Antioxidants) છે. આપણી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવાને કારણે થતી ઑક્સિકરણ પ્રક્રિયા (Oxidation Process)ને અટકાવવામાં એ સહાયરુપ છે.
આ રિપોર્ટમાં અમેરિકન હાર્ટ એસોશિએશનનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, બદામમાં અનસેચ્યુરેટેડ ફૅટ (Unsaturated Fat) હોય છે જેની સીમિત માત્રા ખરાબ કોલેસ્ટ્રૉલ (Cholesterol)ને સુધારી શકે છે.
આ રિપોર્ટમાં 2018ના એક રિવ્યૂ રિપોર્ટનો પણ ઉલ્લેખ છે જેમાં અભ્યાસકર્તાઓએ જણાવ્યું છે કે, બદામમાં હાજર પોષક તત્વો હાઈ ડેન્સિટી વાળા લિપોપ્રોટીન અર્થાત્ સારા કોલેસ્ટ્રૉલના સ્તરને વધારવામાં કે પછી જાળવી રાખવામાં સહાયક બની શકે છે. આ જ કારણથી, હૃદયને સુરક્ષિત રાખવા માટે રિસર્ચ ટીમ દ્વારા દરરોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવી છે.
3. પોષક તત્વોનું અવશોષણ સુપેરે થાય
બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ઝિંક અને આર્યન જેવા મહત્વપૂર્ણ ઘટકો હોય છે જેને પલાળીને ખાવાથી એમાં હાજર પોષક તત્વોની જૈવઉપલબ્ધતા વધી જાય છે. શરીર દ્વારા આ પોષક તત્વોનું સારી રીતે અવશોષણ થાય છે. સળંગ 30 દિવસ સુધી ખાવાથી તમારી સર્વાંગ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
4. વજન ઘટાડે અને ઊર્જાનું સ્તર સુધારે
બદામમાં ફાઇબર, પ્રોટીન તથા હૅલ્ધી ફેટ્સનું અનોખું સંતુલન હોય છે અને એને ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું હોવાનું મહેસૂસ થાય છે. એનાથી તમને વજન નિયંત્રિત રાખવામાં અને ઘટાડવા (Weight Loss)માં પણ મદદ મળશે તથા આખો દિવસ તમે એનર્જેટિક (Energetic) બની રહેશો.

5. મગજને તંદુરસ્ત બનાવે
બદામને બ્રેઇન ફુડ (Brain Food) કહે છે કારણ કે એમાં રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટાઇન રહેલું છે જે મગજના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. દરરોજ પલાળેલી બદામ ખાવાથી તમારી યાદ શક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

6. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધારે
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બદામમાં વિટામિન E જેવા કેટલાયે એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાં ઑક્સિડેટિવ ડૅમેજને અટકાવવામાં સહાયરુપ છે. વાળને પણ એ મજબૂતી બક્ષે છે. વળી, ફ્રી રેડિકલ્સ તમારી વય વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને ઘણી ક્રોનિક બીમારીઓનું જોખમ ઘટાડે છે. એક જ મહીનો બદામ ખાઇ જુઓ અને પછી તમારી ત્વચામાં જે ફરક આવશે એ તમે નજરે જોઇ શકશો! બદામનું સેવન સ્કિનને ચમકીલી અને મુલાયમ બનાવે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણો જણાતા નથી.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?
આ પણ વાંચો: લાંબા સમય સુધી યુરીન રોકી રાખવું અત્યંત હાનિકારક, આ 5 કુટેવો કરશે કિડનીને નુકસાન..!
