Not Set/ અમદાવાદ: NRG કમિટીના ચેરમેન તરીકે દિગંત સોમપુરાની પસંદગી

નોન રેસિડેન્ટ ગુજરાતી કમિટી(NRG)નાં ચેરમેન તરીકે અમદાવાદના દિગંત સોમપુરાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અંતર્ગત NRG ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત બહાર ગુજરાતીઓને આર્થિક, વ્યાપારીક, સામાજીક અને શૈક્ષણિક જેવી બાબતોથી ગુજરાત સાથે સાંકળવાના હેતુ માટે NRG ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. NRG ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં NRG કમિટી […]

Ahmedabad Gujarat Trending

નોન રેસિડેન્ટ ગુજરાતી કમિટી(NRG)નાં ચેરમેન તરીકે અમદાવાદના દિગંત સોમપુરાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અંતર્ગત NRG ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાત બહાર ગુજરાતીઓને આર્થિક, વ્યાપારીક, સામાજીક અને શૈક્ષણિક જેવી બાબતોથી ગુજરાત સાથે સાંકળવાના હેતુ માટે NRG ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.

NRG ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં NRG કમિટી કાર્યરત છે. વેપારી સંગઠનો ( ગુજરાત વેપારી મહામંડળ)નાં સહયોગથી NRG ફાઉન્ડેશન NRG કમિટીનું સંચાલન કરીને બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત સાથે સાંકળે છે. જેમાં અમદાવાદમાં NRG કમિટીના ચેરમેન તરીકે દિગંત સોમપુરાની વરણી કરવામાં આવી છે.

દિગંત સોમપુરા અમેરિકા સ્થિત ભારતીય અખબારો અને વિશ્વભરના ગુજરાતી સંગઠનો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ યુકે દૂતાવાસમાં પણ રાજકીય સલાકાર તરીકે પણ કામ કરી ચુક્યા છે.