Dharm & Bhakti: હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક પૂર્ણિમાના દિવસે આ વખતે ઘણા બધા શુભ સંયોગો (Shubh Sanyog)નું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ દુર્લભ સંયોગોને કારણે, દેવદિવાળી (Dev Diwali)ના પાવન દિવસથી ઘણી રાશિઓનો ગોલ્ડન ટાઇમ (Golden Time) શરુ થવા જઇ રહ્યો છે.

કાર્તિક પૂર્ણિમાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કારતક મહિનાનું અત્યંત વિશેષ મહત્વ છે અને વળી એમાંયે કાર્તિક પૂર્ણિમા (Kartik Purnima) તો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. દ્રિક પંચાંગ (Panchang) અનુસાર, 5 નવેમ્બરે, બુધવારે (5 November, Wednesday) કાર્તિક પૂર્ણિમા મનાવવામાં આવશે અને આ દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ-લક્ષ્મી (Vishnu-Lakshmi)ની પૂજા-આરાધના કરવામાં આવે છે અને ગંગા (Ganga) તથા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો ઘણો મહિમા છે. દીપ દાન જેવા શુભ કાર્યો પણ આ દિવસે અત્યંત પુણ્ય પ્રદાન કર્તા ગણાય છે.
શિવવાસ યોગ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિક્રમ સંવત 2082ની કારતક માસની પૂનમે આ વર્ષે શિવવાસ યોગ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, આ દિવસે ભદ્રા (Bhadra)નો અશુભ પડછાયો પણ રહેશે પણ એનો પ્રભાવ પૃથ્વી લોક પર નહિં પડે. કાર્તિક પૂર્ણિમાએ રચાવા જઇ રહેલા આ દુર્લભ સંયોગોથી કઇ-કઇ રાશિઓ (Zodiac Signs)ને લાભ થશે એ વિશે વિસ્તૃતપણે જાણીશું,.

1. વૃષભ રાશિ
કાર્તિક પૂર્ણિમા વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે અત્યંત શુભ રહેનાર છે. આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક રીતે આ સમય લાભદાયી રહેશે અને કયાંક ફસાયેલા નાણા મળવાનો સંકેત છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે માન-સન્માનમાં વૃદ્ધિની સંભાવનાઓ બની રહી છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઇ શકે છે.

2. કન્યા રાશિ
કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકો માટે આ દેવ દિવાળીનું પર્વ સુખદાયી રહેવાની સંભાવનાઓ છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ધન-સંપત્તિ પ્રાપ્ત થઇ શકે છે. આ સમય વેપારીવર્ગ માટે ઘણો નફાકારક સિદ્ધ થશે જ્યારે નોકરી કરનારાઓને એમના કાર્યસ્થળે સહયોગીઓનો પૂર્ણ સાથ પ્રાપ્ત થશે. જૂના અટકેલા કામો બનશે અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

3. મિથુન રાશિ
મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકો માટે આ કાર્તિક પૂર્ણિમા સૌભાગ્યશાળી રહેશે. આ દિવસનો પ્રભાન જીવનના ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક પ્રભાવ પાડનાર છે. આર્થિક રુપે લાભના અનેક અવસરો પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે તમારી મહેનતની પ્રશંસા થશે અને એના પરિણામ રુપે પ્રમોશન કે વેતનમાં વૃદ્ધિની સંભાવના રહેશે. પરિવારમાં ખુશાલીનું વાતાવરણ સર્જાશે અને અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…
આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…
