કેરળમાં આવેલ પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશવા પર ઘણા વાદ-વિવાદ ચાલી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે મહિલાઓ પ્રયત્ન કરી રહ્યા છે. આખરે તેમની મહેનત રંગ લાવી છે.
#WATCH Two women devotees Bindu and Kanakdurga entered & offered prayers at Kerala's #SabarimalaTemple at 3.45am today pic.twitter.com/hXDWcUTVXA
— ANI (@ANI) January 2, 2019
બુધવારે બે મહિલા મંદિરના ગર્ભ ગૃહ સુધી પહોચવામાં સફળ રહી છે. આ મહિલાઓએ બુધવારે રાત્રે આશરે ૩:૪૫ વાગ્યે પ્રવેશ કર્યો છે અને ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. આ મહિલાઓ ચુસ્ત પોલીસની સુરક્ષા વચ્ચે મંદિરમાં દાખલમાં થઇ હતી.
સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાઓના નામ બિંદુ અને કનકદુર્ગા છે જેમની ઉંમર ૪૦ વર્ષની આસપાસ જણાવાઈ છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે અહી ૧૦ વર્ષથી ૫૦ વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે અડધી રાત્રે બે મહિલાઓએ મંદીરમાં પ્રવેશ કર્યો હતો જેમની સાથે સાદા કપડામાં અને યુનિફોર્મમાં પોલીસ જોડે જ હતા.
તમને જણાવી દઈએ કે આ મહિલાઓએ ડીસેમ્બર મહિનામાં પણ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસના કહેવા પ્રમાણે આ બંને મહિલાઓએ મદિરમાં પ્રવેશ સ્ટાફ ગેટની એન્ટ્રીમાંથી કર્યો હતો.
