Lifestyle/ કેલ્શિયમની ઉણપ બની શકે છે કેટલાય ગંભીર રોગોનું કારણ…આ મિનરલની આપૂર્તિ શી રીતે કરશો?

જો તમે કૅલ્શિયમનું સેવન ઓછું કરો છો તો, હાડકાં ક્ષીણ થવા લાગે છે. શરુમાં તો કમર તથા ગરદનમાં પીડા થાય છે અને ભવિષ્યમાં હાડકાં તૂટવાની અને ફ્રેક્ચર…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: કૅલ્શિયમની ઉણપથી શરીરમાં હાડકાં સંબંધી અનેક રોગો ઘર કરી શકે છે. કૅલ્શિયમ (Calcium) એ શરીરમાં પ્રચુર માત્રામાં મળી આવતું એવું ખનીજ (Mineral) છે જે આપણા હાડકાં (Bones)ને મજબૂત બનાવવા માટે આવશ્યક છે. પરંતુ, વધતી વયની સાથોસાથ હાડકાં નબળાં પડતાં જાય છે જેના કારણે હાડકાંને લગતી કેટલીયે સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો ચાલો જાણીએ કે કૅલ્શિયમની ઉણપ (Calcium Deficiency)થી આપણને કઇ-કઇ બીમારીઓ (Diseases) થઇ શકે છે અને કઇ ચીજવસ્તુઓને આહારમાં સામેલ કરવાથી એની આપૂર્તિ થશે?

રિકેટ્સ

કૅલ્શિયમની કમીથી રિકેટ્સ (Rickets)નો રોગ થઇ શકે છે જેમાં હાડકાં (Bones) અત્યંત નરમ બની જાય છે અને જેને કારણે હાથ-પગ ગમે ત્યાંથી આસાનીથી વળી શકે છે અથવા મચકોડાઇ શકે છે. વિટામિન ડી (Vitamin D), ફોસ્ફેટ અથવા તો કૅલ્શિયમની ઉણપથી સુકતાન રોગ થાય છે પણ ઉચિત આહાર લેવાથી એની આપૂર્તિ થઇ શકે છે અને આ સમસ્યા ઠીક થઈ જાય છે.

ઑસ્ટિઓપોરોસિસ

ઑસ્ટિઓપોરોસિસ (Osteoporosis)નો અર્થ છે અસ્થિઓ નબળી પડવી! રોજીંદા આહારમાં જો તમે કૅલ્શિયમનું સેવન ઓછું કે નહિવત્ કરો છો તો, હાડકાં ક્ષીણ થવા લાગે છે. શરુ-શરુમાં તો કમર તથા ગરદનમાં પીડા થાય છે અને જો એને અવગણવામાં આવે તો ભવિષ્યમાં હાડકાં તૂટવાની અને ફ્રેક્ચર (Fracture) થવાની સંભાવનાઓ વધી જાય છે.

ઑસ્ટિયોમલેશિયા

ઑસ્ટિયોમલેશિયા (Osteomalacia) એક એવી પરિસ્થિતિ છે કે જેમાં, હાડકાં પોચાં અને કમજોર થઇ જાય છે જેથી અત્યંત પીડાનો અનુભવ થાય છે. આ ઉપરાંત ફ્રેક્ચર થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. આ તમામનું મૂળ કારણ છે શરીરમાં કૅલ્શિયમની ઉણપ!

માંસપેશીઓનું ગંઠાવું

જો માંસપેશીઓ વારંવાર જકડાઇ જતી હોય તો સમજી લેવું કે શરીરમાં કૅલ્શિયમની ઉણપ (ઊભી થઇ છે. સ્નાયુઓમાં ક્રેમ્પ (Cramp) આવવો એ એના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે. જો શરીરમાં કૅલ્શિયમની ઉણપ હોય તો માંસપેશીઓ (Muscles) કોમળ બની જાય છે જેનાથી એના ગંઠાઇ જવાનું જોખમ વધી જાય છે.

કયા ખાદ્ય પદાર્થો કૅલ્શિયમની આપૂર્તિ કરશે?

કૅલ્શિયમની કમીને પૂરી કરવા માટે ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) જેમ કે દૂધ, દહીં, પનીર વગેરેને દરરોજ ખાવા જોઇએ. લીલી શાકભાજી (Green Vegetables) જેવી કે પાલખ, મેથી વગેરે ઉપરાંત કેળાં,સંતરા જેવા ફળો અને બદામ, સૂકા અંજીર સહિતનો સૂકો મેવો, તલ, રાજમા, છોલે જેવી ફળીઓ તથા ફોર્ટિફાઇડ ખાદ્ય પદાર્થ જેમ કે ટોફુ અને સોયા મિલ્ક (Tofu & Soya Milk)ને આહારમાં સામેલ કરવા જોઇએ.

વળી, જો તમે માછલી (Fish)નું સેવન કરો છો તો સાર્ડિન તથા સાલ્મન માછલી કૅલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?

આ પણ વાંચો: લાંબા સમય સુધી યુરીન રોકી રાખવું અત્યંત હાનિકારક, આ 5 કુટેવો કરશે કિડનીને નુકસાન..!