Ahmedabad News : પોલીસ વિભાગ માટે શરમથી માથુ ઝુકી જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં CID ક્રાઈમની મહિલા કર્મચારીએ જ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.જેમાં આ મહિલા કર્મચારીએ પેન્શન કચેરીમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને છેતરપિંડી આચરી હતી.
જેમાં પતિના મોત બાદ બીજા લગ્ન કર્યું હોવાનું છુપાવ્યું હતું. બાદમાં ખોટા પ્રમાણપત્રોને આધારે 14.89 લાખનું પેન્શન લીધું હતું. સમગ્ર ઘટના સામે આવતા અમદાવાદ અધિક તિજોરી અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં જુનિયર ક્લાર્ક મહિલા કર્મચારી સામે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ચૂંટણીપંચ આજે રાષ્ટ્રવ્યાપી SIRની જાહેરાત કરશે
આ પણ વાંચો:બિહારમાં SIR સંપૂર્ણ રીતે સફળઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો
આ પણ વાંચો:SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’
