Palanpur/ પાલનપુરમાં છેડતીના બનાવોને પગલે ચકચાર

છેડતીના સીસીટીવી આવ્યા સામે, લોકોએ યુવકને ઢોરમાર માર્યો

Gujarat

Gujarat News : પાલનપુરમાં છેડતીના બનાવોને પગલે ચકચાર મચી છે. સોસાયટીમાં જ છેડતીના આ બનાવને પગલે મહિલાએ પાડોશી સોસાયટીમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત મુજબ મહિલા સોસાયટીમાં તેના ઘર બહાર સ્કૂટર પર બેઠી હતી ત્યારે છેડતીનો આ બનાવ બન્યો હતો. જેમાં એક શખ્સ પાઠળથી આવીને મહિલાને બાથ ભીડી લેતો સીસીટીવીમાં નજરે ચડે ઠે. જોકે મહિલા સાથેની એક નાની છોકીએ બુમાબુમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. આ શખ્સે મહિલાનો મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો.

બાદમાં સ્થાનિક લોકોએ એકઠા થઈ યુવકને ઢોરમાર માર્યો હતો અને પોલીસને બોલાવી હતી. પોલીસને જોતા જ ગભરાઈ ગયેલા આરોપીએ મહિલાને મોબાઈલ રિપેરીંગના પૈસા આપી દેશે કહીને માફી માંગવાનું શરૂ કર્યું હતું.

બીજીતરફ કલેક્ટર કચેરીના બગીચામાં પણ મહિલા સાથે છેડતીનો અન્ય એક બનાવ બન્યો હતો. તેમાં પણ લોકોએ આરોપીને ઝડપી લઈને આરોપીને મારપીટ કરી હતી. આમ પાલનપુરમાં મહિલાઓની છેડતીના બનાવોને પગલે લોકોમાં રોષ ફેલાયેલો છે અને આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ