Vadodara-BJP/ ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

વડોદરામાં ભાજપના વિધાનસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના પગલે ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આ સાથે વડોદરા ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરૂ સપાટી પર આવી ગયો છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 8 3 ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

વડોદરાઃ વડોદરામાં ભાજપના વિધાનસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના પગલે ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આ સાથે વડોદરા ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરૂ સપાટી પર આવી ગયો છે. તેમા પણ લોકસભા ચૂંટણી વખતે જ વિધાનસભ્યએ નારાજગી દર્શાવી રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો છે.

આના લીધે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ પ્રતિક્રિયા આપવાની ફરજ પડી છે. તેમણે જણાવ્યું હતું કે હું ગઇકાલ સુધી તો કેતન ઇનામદાર સાથે સંપર્કમાં હતી. આ સમયે આવી કોઈ વાત જ ન હતી. આ રીતે તેમણે અચાનક રાજીનામુ આપ્યું તેની મીડિયાના માધ્યમથી ખબર પડી છે. આજે હું ફોન દ્વારા વાત કર્યા પછી બધી હકીકત જાણીશ. તેમણે જણાવ્યું હતું કે તેમની જે પણ ફરિયાદો હશે તે અમે ચોક્કસ સાંભળીશું અને પક્ષના હિતમાં તેમની દરેક વાત સાંભળવામાં આવશે. આ ઉપરાંત પક્ષના માળખાની અંદર રહીને તેમની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ફક્ત જીતવા જ નથી માંગતુ પણ દરેક બેઠક પાંચ લાખના માર્જિનથી જીતવા માંગે છે. આ સમયે પક્ષના જ વિધાનસભ્યની નારાજગી પક્ષને ભારે પડી શકે છે અને તેના નિર્ધારિત ધ્યેયમાં તેને નડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે

આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની