હોળી તહેવારમાં જ ડાકોરમાં રસ્તાઓ બંધ કરાતા પદયાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સોમવારે ધુળેટી તહેવાર પર લાખો શ્રદ્ધાળુઓ ડાકોરમાં દર્શન કરવા જાય છે. આ સાથે ડાકોરમાં ફુલડોલ ઉત્સવ નિમિતે ભક્તો દ્વારા ખાસ ધજા ચઢાવવામાં આવે છે. પરંતુ ડાકોરમાં રસ્તો બંધ કરાતા પદયાત્રીઓ સહિત દર્શનાથે જતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી. જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક શ્રદ્ધાળુઓ દ્વારા હોળી તહેવાર પર રણછોડરાયના ધામ ડાકોરની મુલાકાત લેવાની વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. ગઈકાલે સાંજે મંદિરમાં દોઢ લાખથી વધુ ભક્તોએ ભગવાન શ્રી રણછોડરાયના દર્શન કર્યા. સોમવારે ડાકોરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. ત્યારબાદ પ્રભુની નજર ઉતારવાની વિધિ થશે. જો કે ધુળેટીના પર્વને લઈને ડાકોરમાં પદયાત્રીઓ માટે અરાજકતાનો માહોલ જોવા મળ્યો.
ધુળેટી તહેવારમાં રણછોડરાયના મંદિરમાં ધૂમધામથી તહેવારની ઉજવણી થાય છે. આ દિવસે ભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં ઉમટી પડે છે. ત્યારે તહેવારની ઉજવણીમાં રંગમાં ભંગ પાડતા બે કલાકથી પણ વધુ સમય સુધી ડાકોરમાં મુખ્ય માર્ગ બંધ રાખવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ અનેક પદયાત્રીઓ ડાકોર જવા નીકળ્યા હોય છે. મુખ્ય માર્ગ બંધ કરાતા પદયાત્રીઓમાં રોષ જોવા મળ્યો. મુખ્ય માર્ગો બંધ કરવા મામલે જીલ્લા વહીવહીતંત્ર ઘોરનિદ્રામાં હોવાનું જણાય છે. કેમકે ડાકોર જતા પદયાત્રીઓને સુવિધા આપવાની સામે તેમના માટે મુશ્કેલી ઉભી કરતા મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા. આ મામલે મંદિરના ચેરમેનને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે ભક્તોની હાજરીના કારણે આ પગલા લેવામાં આવ્યા હોવાનું બહાનું રજૂ કર્યું. મંદિરના ચેરમેન કાકુજી ભાવસારે અમારી ટીમને જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા. જે બતાવે છે કે હોળી તહેવારને લઈને મંદિર પ્રશાસન અને તંત્ર વચ્ચે કોઈ તાલમેલ નથી. તેમજ ભક્તોની સુવિધા અને સુરક્ષાને નજર અંદાજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….