વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમનાથ પહોંચી ચૂકયા છે. જય સોમનાથના (Jai Somnath) નારા સાથે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ પણ હાથ ઊંચો કરીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર(Helicopter) દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા છે. તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. તેની સાથે જનમેદનીનું અભિવાદન કર્યુ હતુ.
વલસાડ સર્કિટ હાઉસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થયો હતો. વડાપ્રધાન વલસાડથી(Valsad) સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ દાદાના દર્શન કર્યા પછી તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભા પણ સંબોધવાના છે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે સૌરાષ્ટ્રની 48 બેઠકો મહત્વની ભૂમિકા ભજવવાની છે. કચ્છ-સૌરાષ્ટ્રની કુલ 54 બેઠકોમાંથી જે પણ પક્ષ સૌથી વધારે બેઠકો મેળવે તે સરકાર બનાવે તેમ મનાય છે.
ભાજપે (BJP) ગઈ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર(Saurashtra) માં મોટી પછડાટ ખમી હતી. તે ગામડામાંથી સાફ થઈ ગયું હતું, પરંતુ શહેરોએ ભાજપને સાચવી લીધુ હતુ. આ જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર સભાઓ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરનું સંચાલન કરતાં ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પદ સંભાળનારા તેઓ બીજા વડાપ્રધાન બનશે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ (Morarji Desai) પછી નરેન્દ્ર મોદી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નીમાનારા બીજા વડાપ્રધાન છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ મોદી ટ્રસ્ટના આઠમાં વડા બન્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના લીધે ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો. તેમા પણ ભાજપે પોતાનો ગઢ કહેવાય તેવી બેઠકો પણ ગુમાવી હતી. આ સંજોગોમાં વડાપ્રધાન મોદી આ વખતે ભાજપને સૌરાષ્ટ્રમાં સરસાઈ અપાવવામાં કોઈપણ કસરબાકી રાખવા માંગતા નથી.
આ પણ વાંચો
