Gujarat election 2022/ ભાજપે આદિવાસીઓના નામે જમીન કરી, કોંગ્રેસે ફક્ત લોકોને લડાવ્યાઃ અમિત શાહ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને પ્રચાર વધુને વધુ આક્રમક બની રહ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે આદિવાસીઓનું શોષણ કર્યુ છે. તેનો જવાબ આપતા નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 13 લાખ એકરની વનભૂમિ આદિવાસીઓને નામે કરી છે.

Top Stories Gujarat
Amit shah 1 ભાજપે આદિવાસીઓના નામે જમીન કરી, કોંગ્રેસે ફક્ત લોકોને લડાવ્યાઃ અમિત શાહ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat election 2022) લઈને પ્રચાર વધુને વધુ આક્રમક બની રહ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે આદિવાસીઓનું શોષણ કર્યુ છે. તેનો જવાબ આપતા નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 13 લાખ એકરની વનભૂમિ આદિવાસીઓને નામે કરી છે. ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી ગૌરવ દિવસ મનાવવાની વાત ભાજપે કરી. નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું કામ ભાજપે કર્યુ છે.

કોંગ્રેસે એકબીજા સાથે ઝગડાવવા સિવાય બીજું કોઈ કામ કર્યુ નથી. કોંગ્રેસ અત્યારે બોર્ડ લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે તો છેલ્લા 27 વર્ષથી તો કોંગ્રેસ સત્તામાં જ નથી તો પછી તેનું કયુ કામ બોલે છે તેનો તે જવાબ આપે. સમગ્ર દેશ અને વિશ્વના લોકોની ઇચ્છા હતી કે રામમંદિર બને અને ભગવાન રામના કાલ્પનિક ગણાવનારી કોંગ્રેસના આ જ ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પહેલી જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરમાં જોવા મળશે. રાહુલ ગાંધી હાલમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા સંબોધવાના છે.