Not Set/ લોકસભા ચૂંટણી 2019 – બારડોલી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક બેઠકના જ્ઞાતિ […]

Gujarat Others Politics
Seat લોકસભા ચૂંટણી 2019 - બારડોલી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક બેઠકના જ્ઞાતિ સમીકરણથી માંડીને મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યા સુધીની દરેક જાણકારી અહીંયા મળશે.

ચાલો વાંચીએ બારડોલી લોકસભા બેઠક વિશે

સીટની સમીક્ષા બારડોલી

બારડોલી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી

બારડોલી લોકસભા સીટના  મતવિસ્તારો પહેલાં માંડવી લોકસભા બેઠકમાં આવતા હતા.

બારડોલી સીટ  અનુસૂચિત જનજાતિ  માટે અનામત

૨૦૧૯ માટે ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવા પર કળશ ઢોળ્યો

૨૦૧૯ માં કોંગ્રેસે તુષાર ચૌધરીને ફરી આપી તક

બીટીપી એ ઉત્તમ વસાવાને ઉતાર્યા મેદાનમાં

કોંગ્રેસ પોતાનો આ ગઢ પાછો મેળવી શકે તેમ છે

માધવસિંહ સોલંકીની ખામ (KHAM-ક્ષત્રિય. હરિજન, આદિવાસી, મુસ્લિમ) થીયરી સફળ નીવડી હતી

૨૦૧૪ ની  મોદી લહેરના કારણે આ સીટ ભાજપે જીતી હતી

આ બેઠક ૨૦૦૯માં તુષાર અમરસિંહ ચૌધરી જીત્યા હતા

૧૯૬૨ માં માંડવી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી

૧૯૯૯ માં ભાજપના સહકારી આગેવાન માનસિંહ પટેલે દિગ્ગજ નેતા છીતુભાઈ ગામીતને હરાવ્યા હતા

છીતુભાઈ ગામીત ૧૯૭૭ થી ૧૯૯૮  સુધી સળંગ સાત ટર્મ માટે આ બેઠક પરથી જીત્યા હતા

કોંગ્રેસે ૨૦૦૪ માં તુષાર ચૌધરીને મેદાનમાં ઉતારીને આ બેઠક પાછી જીતી હતી

નવા સીમાંકનના કારણે ૨૦૦૯ માં માંડવી બેઠક રદ થઈ

ભાજપે ૨૦૧૪ માં તુષાર ચૌધરીને હરાવવા માટે તેમના જ સાથી પ્રભુ વસાવાને ખેંચી લીધા

૨૦૦૭ અને ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભુભાઈ વસાવાની જીત થઇ

૨૦૧૪ માં લોકસભામાં ભાજપ નેતા પ્રભુ વસાવાએ  તુષાર ચૌધરીને હરાવ્યા

૨૦૧૪  લોકસભા બાદ  તુષાર ચૌધરી ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી પણ હાર્યા

બારડોલી લોકસભા સીટમાં આવતા વિધાનસભા વિસ્તારો

માંગરોળ

માંડવી

કામરેજ

બારડોલી

મહુવા

વ્યારા

નિઝર

કામરેજ વિધાનસભા બેઠક સામાન્ય

બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ (એસ.સી.) માટે અનામત

બાકીની પાંચ બેઠકો અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)ના ઉમેદવાર માટે અનામત

૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં આ ૭  બેઠકોમાંથી 3 બેઠકો કોંગ્રેસે જીતી

૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪  બેઠકો જીતી હતી

કામરેજ વિધાનસભા બેઠક સુરતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોનો બનેલો

માંગરોળ બેઠક ભાજપના આદિવાસી નેતા ગણપત વસાવાનો ગઢ

જ્ઞાતિ સમીકરણ 

આદિવાસી ૬૬ ટકા

પટેલ       ૬ ટકા

મુસ્લિમ    ૫ ટકા

અન્ય    ૨૩ ટકા

અહી આદિવાસી ખ્રિસ્તી મતદારોની સંખ્યા વધારે

વસાવા, ગામીત અને ચૌધરી એ ત્રણ જ્ઞાતિઓના મતદારોની સંખ્યા લગભગ સરખી

વ્યારા સોનગઢ વિસ્તારમાં તુષાર ચૌધરીનું વર્ચસ્વ

પ્રભુ વસાવા ( ભાજપનાં ઉમેદવાર)

સામાન્ય આદિવાસી  વિસ્તારમાંથી આવતા નેતા

સેવાકાર્યો કરવા માટે ખુબ જાણીતા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોલખાડી ગામમાં જન્મ

સુરતની ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાંથી ડિપ્લોમા ઈન મીકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ

પ્રભુ વસાવા કામદારોના અધિકારો માટે  લડતા નેતા

હજારો ખેડૂતોને  જમીનના  અધિકાર અપાવ્યા.

૨૦૦૭  અને  ૨૦૧૨ માં માંડવીથી  કોંગ્રેસ તરફથી ધારાસભ્ય બન્યા

૨૦૧૪ ની બારડોલી લોકસભા સીટ પર ભાજપ તરફથી જીત્યા

તુષાર ચૌધરી (કોંગ્રેસ ઉમેદવાર)

તુષાર ચૌધરીને  બે ટર્મ સુધી યુપીએ સરકારમાં મંત્રી તરીકેનો અનુભવ

૨૦૦૪ માં માંડવી લોકસભા બેઠક અને ૨૦૦૯ માં બારડોલી બેઠક પરથી સાંસદ બન્યા

પ્રભુ  વસાવા (ટ્રેક રેકોર્ડ ૨૦૧૪-૨૦૧૯)

હાજરીઃ 78 ટકા

પ્રશ્નો પૂછ્યાઃ 273

ચર્ચામાં ભાગ લીધોઃ 19

ખાનગી બિલઃ 0

એમપીએલએડી ( પ્રભુ વસાવા ૨૦૧૪૨૦૧૯)

કુલ ભંડોળઃ 25 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 22.50 કરોડ રૂપિયા

વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 22.68 કરોડ રૂપિયા

સાંસદ દ્વારા ભલામણઃ 29.64 કરોડ રૂપિયા

મંજૂર થયેલી રકમઃ 25 કરોડ રૂપિયા

ખર્ચાયેલી રકમઃ 22.22 કરોડ રૂપિયા

કેટલા ટકા ઉપયોગઃ 96.76 ટકા

વપરાયા વિનાની રકમઃ 46 લાખ રૂપિયા