Lok Sabha Election 2024/ ગુજરાતમાં 7 મેના રોજ યોજાશે મતદાન, આ તારીકે કેન્દ્રીય મંત્રીઓ ભરશે પોતાનું ઉમેદવારી પત્રક

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની નોમિનેશન માટેની તારીખો નક્કી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 04 08T193014.060 ગુજરાતમાં 7 મેના રોજ યોજાશે મતદાન, આ તારીકે કેન્દ્રીય મંત્રીઓ ભરશે પોતાનું ઉમેદવારી પત્રક

Gandhinagar News: ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની નોમિનેશન માટેની તારીખો નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. તેમના નોમિનેશનની સાથે રોડ શો કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદરમાં ઉમેદવારી નોંધાવશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં ઉમેદવારી નોંધાવશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 18 એપ્રિલે નવસારીમાં ઉમેદવારી નોંધાવશે. ત્રીજા તબક્કા માટે નામાંકન 12 એપ્રિલથી શરૂ થશે. 19 એપ્રિલ નોમિનેશનનો છેલ્લો દિવસ છે. તમામ દિગ્ગજ નેતાઓ ભવ્ય રોડ શો સાથે ઉમેદવારી પત્ર ભરશે.

જણાવી દઈએ કે લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલીનો, સુરત, નવસારી અને વલસાડની બેઠકોનો સમાવેશ થાય છે.

આ વખતે દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. આ ભારતમાં સૌથી લાંબી ચાલનારી સામાન્ય ચૂંટણી હશે, જે કુલ 44 દિવસ સુધી ચાલશે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ કરશે અને સતત ત્રીજી વખત ચૂંટણી લડશે.

ક્યારે અને ક્યાં મતદાન

પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 13 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે. તો ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કાની વાત કરીએ તો આ તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર 20મી મેના રોજ મતદાન થશે, જ્યારે છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 બેઠકો પર 25મી મેના રોજ અને સાતમા તબક્કામાં 1લી જૂને મતદાન થશે. 8 રાજ્યોમાં 57 બેઠકો પર મતદાન થશે. પરિણામની તારીખ 4 જૂન 2024 રાખવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું