reincarnation/ સાત મિનિટનું મૃત્યુ અને પછી પુન:જન્મ, અભિનેતાએ જણાવ્યો પરલોકનો અનુભવ

શિવ ગ્રેવાલને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને તેઓ સાત મિનિટ સુધી બેભાન રહ્યા હતા. તેમણે પુનર્જન્મ પહેલાં સ્વર્ગની તેમની ટૂંકી મુલાકાત વિશે જણાવ્યું છે.

Top Stories Ajab Gajab News
Mansi 14 સાત મિનિટનું મૃત્યુ અને પછી પુન:જન્મ, અભિનેતાએ જણાવ્યો પરલોકનો અનુભવ

આપણે ઘણી દંતકથાઓમાં સાંભળ્યું હશે કે લોકોના મૃત્યુ થયા બાદ તે સ્વર્ગમાં જઈ પાછા આવતા હોય છે પરંતુ શું તમે આવું રીઅલ લાઈફમાં શાંભળ્યુંછે. આવીજ એક ઘટના બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના અભિનેતા શિવ ગ્રેવાલ સાથે બની હતી. જેમાંને પોતાની મૃત્યુનો અનુભવ શેર કર્યો છે. શિવ ગ્રેવાલને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને તેઓ સાત મિનિટ સુધી બેભાન રહ્યા હતા. તેમણે પુનર્જન્મ પહેલાં સ્વર્ગની તેમની ટૂંકી મુલાકાત વિશે જણાવ્યું છે. ભારતીય મૂળના આ 60 વર્ષીય શિવ ગ્રેવાલ સાથે જે કંઈ થયું તે 10 વર્ષ જૂનું છે પરંતુ તેણે હાલમાં જ તેમનો અનુભવ  રીયલ લાઈફ સાથે શેર કર્યો છે.

શિવને 9 ફેબ્રુઆરી, 2013 ના રોજ દક્ષિણપૂર્વ લંડનમાં તેમના ઘરની નજીક લંચ કર્યા પછી હૃદયરોગનો હુમલો થયો હાતો. જયા તેની પત્ની એલિસન પણ તેની સાથે હતી અને તરત જ મદદ માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને શિવનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

ગ્રેવાલે તાજેતરમાં PA રીયલ લાઈફના સાત મિનિટના અનુભવ વિશે જણાવ્યું, કે ‘મને કોઈક રીતે ખબર હતી કે હું મરી ગયો છું. મને લાગ્યું કે વસ્તુઓ મારા શરીરથી સંપૂર્ણપણે અલગ છે. એવું લાગતું હતું કે હું શૂન્યતામાં હતો પણ લાગણીઓ અને સંવેદનાઓને અનુભવી શકતો હતો.’ તેણે આગળ જણાવતા કહ્યું, ‘મારી પાસે આવું શરીર નહોતું. મને લાગે છે કે તે પાણીમાં તરવા જેવું હતું. તમે જરાય બોજ અનુભવતા નથી અને ભૌતિક જગતથી અળગા છો. એકવાર હું ચંદ્ર પર મુસાફરી કરી રહ્યો હતો. હું ઉલ્કાઓ અને બધી જગ્યા જોઈ શકતો હતો.’

શિવના કહેવા પ્રમાણે, તે ચંદ્ર અને અવકાશને જોઈ શકતા હતા પરંતુ તે તેમને જોવા માંગતા ન હતા. તે તેના શરીર અને તેના સમય સાથે તેની પત્ની પાસે પરત ફરવા માંગતો હતો. તે જીવન જીવવા માંગતો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અને પેરામેડિક્સની મદદથી ગ્રેવાલનું હૃદય ફરી ધડકવા લાગ્યું. બાદમાં તેની ધમનીમાં સ્ટેન્ટ નાખવા માટે તેને સર્જરી માટે લઈ જવામાં આવ્યો હતો. તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. સેરેબ્રલ હાઈપોક્સિયા એટલે કે મગજમાં ઓક્સિજનની અછતને કારણે ડોક્ટરોએ તેને એક મહિના સુધી કોમામાં રાખવાનો નિર્ણય કર્યો. આ કારણે તે વાઈની બીમારીથી પીડાતો હતો.

ગ્રેવાલે કહ્યું કે તેમને એવું લાગ્યું કે જાણે તેમની સમક્ષ શક્યતાઓ, વિવિધ જીવન અને પુનર્જન્મનો આખો સમૂહ રજૂ કરવામાં આવી રહ્યો છે. ગ્રેવાલ એ દર્દનાક ઘટનામાંથી સંપૂર્ણ રીતે સાજા થઈ શક્યા નથી. પરંતુ તેણે કહ્યું કે મૃત્યુનો સામનો કરવાથી જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. , તેમણે કલામાં અનુભવની શોધ કરવાની ડોક્ટરલ રીત શોધી છે. હવે તે પોતાના અનોખા અનુભવનું દસ્તાવેજીકરણ કરી રહ્યો છે અને એક પ્રદર્શનનું આયોજન કરી રહ્યો છે. તેણે આ અનુભવ લંડનની કર્મા સેન્ટમ સોહો હોટેલમાં 24 સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘રીબૂટ’ પ્રદર્શનમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો:israel/ઈઝરાયલ અને ગાઝા બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયો વિસ્ફોટ: પાંચ લોકોના મોત

આ પણ વાંચો:Pakistan/પાકિસ્તાનમાં 6 નવેમ્બર સુધીમાં ELECTION થઇ શકે છે! રાષ્ટ્રપતિએ ECને મોકલ્યો પ્રસ્તાવ

આ પણ વાંચો:alien/અહીં બે એલિયનનાં મૃતદેહ દુનિયા સમક્ષ રજૂ કરાયા! જુઓ વીડિયો