alien/ અહીં બે એલિયનનાં મૃતદેહ દુનિયા સમક્ષ રજૂ કરાયા! જુઓ વીડિયો

શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? શું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ વૈજ્ઞાનિકો આજ સુધી શોધી શક્યા નથી.

World Trending
Web Story 19 અહીં બે એલિયનનાં મૃતદેહ દુનિયા સમક્ષ રજૂ કરાયા! જુઓ વીડિયો

શું બ્રહ્માંડમાં એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? શું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ વૈજ્ઞાનિકો આજ સુધી શોધી શક્યા નથી. જોકે, વિશ્વભરમાં એવા ઘણા લોકો છે જેઓ એલિયન અને અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ (UFO) જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ હવે આ દરમિયાન મેક્સિકોએ એવો દાવો કર્યો છે, જેણે આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. વૈજ્ઞાનિકો પ્રથમ વખત એલિયનના કથિત મૃતદેહને દુનિયા સમક્ષ લાવ્યા છે.

મંગળવારે મેક્સિકન સંસદમાં બે એલિયનના મૃતદેહ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બંને એલિયનના મૃતદેહ 1000 વર્ષથી વધુ જૂના છે. હવે આ દાવાએ એલિયનની હાજરીને લઈને દુનિયામાં નવી ચર્ચા શરૂ કરી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એલિયનના આ મૃતદેહો પેરુના કુસ્કોમાંથી મળી આવ્યા છે. મેક્સિકન સંસદમાં એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન વૈજ્ઞાનિકોએ બે કથિત એલિયન્સના મૃતદેહને વિશ્વ સમક્ષ રજૂ કર્યા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મેક્સિકન સંસદમાં બે બિન-માનવી જીવોના મૃતદેહ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સાદી ભાષામાં એલિયનનો મૃતદેહ પણ કહી શકાય. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે આ બંને મૃતદેહો 2017માં પેરુના કુસ્કોમાંથી મળી આવ્યા હતા. આ બંને મૃતદેહો લગભગ 700 વર્ષ અને 1800 વર્ષ જૂના છે. આ બંને એલિયનના હાથમાં ત્રણ આંગળીઓ અને લાંબા માથા હતા.

આ પણ વાંચો: 6 Airbag/ 6 એરબેગ વાળા નિયમને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત!

આ પણ વાંચો: Chang Jae-Bok/ રાજદૂતે જણાવ્યો બંને દેશો વચ્ચેનું કનેક્શન,અયોધ્યા સાથે 2000 વર્ષ જૂનો સંબંધ 

આ પણ વાંચો: તંત્રની ઘોર બેદરકારી/ આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?