Parliament/ સંસદના વિશેષ સત્રને લઈને સાંસદો માટે ભાજપ દ્વારા વ્હિપ જાહેર કરાયું!

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ત્યાર બાદ સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે.

Top Stories India
Web Story 27 સંસદના વિશેષ સત્રને લઈને સાંસદો માટે ભાજપ દ્વારા વ્હિપ જાહેર કરાયું!

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ત્યાર બાદ સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. બુધવારે કેન્દ્ર સરકારે વિશેષ સત્રનો પ્રસ્તાવિત એજન્ડા જાહેર કર્યો છે. આ દરમિયાન ગુરુવારે ભાજપે લોકસભાના પક્ષના તમામ સાંસદોને 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં ચર્ચા દરમિયાન હાજર રહેવા વ્હીપ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ સાંસદોએ વિશેષ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા માટે હાજર રહેવું પડશે.

કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે સંસદના વિશેષ સત્ર દરમિયાન સંસદની 75 વર્ષની સફર, ઉપલબ્ધિઓ, અનુભવો, સંસ્મરણો અને બંધારણ સભાથી અત્યાર સુધીના શીખવાની ચર્ચા કરવામાં આવશે. આ એજન્ડામાં ચાર બિલનો પણ ઉલ્લેખ છે.

દેશના રાષ્ટ્રપતિને જરૂર પડ્યે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. આ જોગવાઈનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે રાષ્ટ્રપતિ પાસેથી ભલામણ અને મંજૂરી લીધી છે. આ બેઠક સંસદની જૂની ઈમારત બાદ નવી ઈમારતમાં યોજાશે તેવી માહિતી મળી રહી છે.

આ બિલ લોકસભામાં પેન્ડિંગ છે

આમાં એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 અને પ્રેસ એન્ડ બુક રજિસ્ટ્રેશન બિલ જે 2023 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા છે અને લોકસભામાં પેન્ડિંગ છે. આ સાથે પોસ્ટ ઓફિસ બિલ 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક, અન્ય ચૂંટણી કમિશનરો, સેવા શરતો બિલ 2023 સૂચિબદ્ધ છે. દરમિયાન સંસદ સત્ર પહેલા સરકારે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: અક્ષયપાત્રે બાળકોને રાખ્યા ભૂખ્યા/ વડોદરામાં કર્મચારીઓની હડતાળને લઇ 15 શાળાના બાળકો રહ્યા ભુખ્યા

આ પણ વાંચો: Nipah Virus/ કેરળમાં નિપાહ વાયરસનો પગપેસારો, સંક્રમિતોની સંખ્યા વધી

આ પણ વાંચો: રાહત/ નવું વાહન ખરીદો છો, તો જાણી લો આજથી બદલાઈ ગયેલો RTOનો આ નિયમ