આર્થિક સંકટથી નિકળી રહેલા પાકિસ્તાને વિદેશી અને સ્થાનિક રોકાણકારોને લાલચ આપવા દુબઈ એક્સ્પોમાં મોંઘી સરકારી સંપત્તિઓ વેચવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, લોક કલ્યાણ યોજનાઓ પૂરી કરવા દુબઈ એક્સ્પોમાં મોંઘી સરકારી સંપત્તિઓ વેચવામાં આવશે.
એક પાકિસ્તાની અખબારનાં જણાવ્યા અનુસાર એકત્રિત થયેલ ભંડોળનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, ખોરાક અને આવાસ સંબંધિત પાકિસ્તાનની કલ્યાણકારી યોજનાઓ માટે થશે. ગત જુલાઈમાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે 6 અબજ ડોલરની લોનને મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં પાકિસ્તાનની હાલત ઘણી કભોડી થઇ ગઇ છે. એક દેશ જ્યા આતંકવાદને પાળવામાં કોઇ તકલીફો નથી પડી રહી પરંતુ જનતાને સારી સુખ સુવિધા આપવામાં સરકારને તકલીફો પડી રહી છે.
પાકિસ્તાનને તેની સાથે સાથે ચીન, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા મૈત્રીપૂર્ણ દેશોની નાણાકીય સહાય પણ મળે છે. જેની સાથે હવે પાકિસ્તાન આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેની મોંઘી સરકારી સંપત્તિ દુબઈ એક્સ્પોમાં વેચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.