Not Set/ એન્કાઉન્ટર કરનાર હૈદરાબાદ પોલિસ અધિકારીઓ પર ફૂલો વરસ્યા,આખો દેશ આપી રહ્યો છે અભિનંદન

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે રેપ કરી જીવતી સળગાવી દેનાર ચાર આરોપીઓને પોલીસે ગોળીથી ઠાર માર્યા હતા. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ -44 પર ગુનાના સીન રિકન્સ્ટ્રક્ટ માટે લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓનું ઘટના […]

Top Stories India
Untitled 41 એન્કાઉન્ટર કરનાર હૈદરાબાદ પોલિસ અધિકારીઓ પર ફૂલો વરસ્યા,આખો દેશ આપી રહ્યો છે અભિનંદન

હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે રેપ કરી જીવતી સળગાવી દેનાર ચાર આરોપીઓને પોલીસે ગોળીથી ઠાર માર્યા હતા. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ -44 પર ગુનાના સીન રિકન્સ્ટ્રક્ટ માટે લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ પછી પોલીસે તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.હૈદરાબાદમાં જે સ્થળ પર એન્કાઉન્ટર થયું હતું ત્યાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા.આ સમયે અહીંના સ્થાનિકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેઓએ પોલીસકર્મીઓનું સ્વાગત ફૂલ વરસાવીને કર્યું અને સાથે જ આનંદ વ્યક્ત કરવા માટે ફટાકડા પણ ફોડ્યા.લોકોએ પોલીસ ઝીંદબાદના નારા પણ લગાવ્યા હતા.

એન્કાઉન્ટરની ખબર સામે આવ્યા બાદ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ ઘટના સ્થળની નજીકમાં રહેલા લોકોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળ પર જવા માટે રવાના થયા હતા અને થોડીવારમાં તો ત્યાં ભારે ભીડ એકઠી થઈ.

પોલીસે લોકોને સંભાળવા માટે મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવી પડી છે. સ્થાનિકોએ પોલીસકર્મીઓ ઉપર પુષ્પની વરસાદ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહી આરોપીઓના મોત બાદ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને તેલંગણા પોલીસના ખુબ જ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

આટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલા લોકોએ એસીપી જિંદાબાદ અને ડીસીપી જિંદાબાદના નારા પણ લગાવ્યા. હૈદરાબાદ સહિત દેશભરમાં એક મોટો વર્ગ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યો છે. જોકે, AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણાંએ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.