situation/ પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત,2018થી સ્થિતિમાં કોઇ સુધાર નહીં!

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેની જૂન 2022ની બેઠકમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢયું નથી,  FATFએ કહ્યું કે પાકિસ્તાને ટેરર ​​ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગને લગતી શરતો પૂરી કરી નથી

Top Stories World
4 37 પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત,2018થી સ્થિતિમાં કોઇ સુધાર નહીં!

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેની જૂન 2022ની બેઠકમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢયું નથી,  FATFએ કહ્યું કે પાકિસ્તાને ટેરર ​​ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગને લગતી શરતો પૂરી કરી નથી. હવે એફએટીએફની ટીમ ઓનસાઇટ શરતોને પહોંચી વળવાના દાવાની તપાસ કરવા પાકિસ્તાન જશે. ત્યાર બાદ જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવશે. પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન સરકારને આશા હતી કે ગ્રે લિસ્ટમાંથી નીકળી જશે પણ એવું બન્યું નથી. FATF વિશ્વભરમાં મની લોન્ડરિંગ, સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર અને આતંકવાદી ધિરાણ પર નજર રાખે છે.

India/ અગ્નિપથ ‘ટૂર ઓફ ડ્યુટી એન્ટ્રી સ્કીમ’ વિદેશમાં સફળ,દેશમાં ભારે વિરોધ,જાણો

પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2018, 2019, 2020, એપ્રિલ 2021, ઓક્ટોબર 2021 અને માર્ચ 2022માં થયેલી સમીક્ષામાં પણ પાકિસ્તાનને રાહત મળી નથી. પાકિસ્તાન FATFની ભલામણો પર કામ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને વિદેશ અને સ્થાનિક સ્તરેથી આર્થિક મદદ મળી છે. ઈરાન અને ઉત્તર કોરિયા FATF બ્લેક લિસ્ટમાં સામેલ છે. જેના કારણે આ બંને દેશોને બહારથી રોકાણ લાવવામાં અને આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.

કાનપુર/ અગ્નિપથની આડમાં હિંસા ભડકાવવાનું કાવતરું, વોટ્સએપ ચેટ થઈ વાયરલ

FATF અનુસાર, આ વર્ષે વૈશ્વિક નેટવર્ક અને નિરીક્ષક સંસ્થાઓના 206 પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. તેમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક અને એગમોન્ટ ગ્રુપ ઓફ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સ હતા. આ બેઠકની અધ્યક્ષતા જર્મનીના ડો. માર્કસ પ્લેયર દ્વારા કરવામાં આવી હતી. ચાર દિવસની બેઠકો દરમિયાન, સામેલ પ્રતિનિધિઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા મની લોન્ડરિંગ અટકાવવા અંગેના અહેવાલ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

FATF શું છે?
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ ફ્રાન્સની રાજધાની પેરિસમાં G7 દેશોના જૂથ દ્વારા 1989માં સ્થાપિત આંતર-સરકારી સંસ્થા છે. તેનું કાર્ય મની લોન્ડરિંગ, સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર અને આતંકવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે ધિરાણ પર નજર રાખવાનું છે. વધુમાં, FATF નાણા વિષય પર કાનૂની, નિયમનકારી અને ઓપરેશનલ પગલાંના અસરકારક અમલીકરણને પ્રોત્સાહન આપે છે. FATF ની નિર્ણય લેતી સંસ્થાને FATF પ્લેનરી કહેવામાં આવે છે. તેની મિટિંગ વર્ષમાં ત્રણ વખત મળે છે.