આદેશ/ પતિ સ્ત્રીની જેમ કરે છે શણગાર, સંબંધ બાંધવામાં પણ નથી તેને રસ, પત્નીની ન્યાય માટે કોર્ટમાં અરજી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પતિ-પત્ની વચ્ચેનો ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, વ્યવસાયે એન્જિનિયર દિલેશ્વર (નામ બદલ્યું છે) નામના વ્યક્તિ પર તેની પત્નીએ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તે સાંજે એક મહિલાની જેમ પોશાક પહેરે છે

Top Stories India
4 2 12 પતિ સ્ત્રીની જેમ કરે છે શણગાર, સંબંધ બાંધવામાં પણ નથી તેને રસ, પત્નીની ન્યાય માટે કોર્ટમાં અરજી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પતિ-પત્ની વચ્ચેનો ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વ્યવસાયે એન્જિનિયર દિલેશ્વર (નામ બદલ્યું છે) નામના વ્યક્તિ પર તેની પત્નીએ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તે સાંજે એક મહિલાની જેમ પોશાક પહેરે છે.બીજા રૂમમાં સુઈ જાય છે અને તેની સાથે શારિરીક સંબંધ પણ બાંધતો નથી.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર તેનો પતિ રાત્રે સૂતા પહેલા મહિલાઓનો મેકઅપ કરે છે અને તેની સાથે પ્રેમ પણ નથી કરતો. આ પછી, મહિલાએ ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અરજી કરી, જેના પર સુનાવણી કરતા કોર્ટે પતિને પીડિત પત્નીને ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈન્દોરની રહેવાસી પીડિતાના લગ્ન 29 એપ્રિલ 2018ના રોજ આરોપી  દિલેશ્વર સાથે થયા હતા. મહિલાના કહેવા પ્રમાણે, તેના સાસરિયાઓએ તેને થોડા દિવસો સુધી સારી રીતે રાખી, ત્યારબાદ તેના પતિ સહિત સાસરિયાઓએ તેને નાની-નાની વાત પર ટોણા મારવાનું શરૂ કર્યું. એટલુ જ નહીં આરોપી અને તેના પરિવારના સભ્યો તેની પાસેથી રોજિંદા ખર્ચ માટે પૈસાની માંગ કરતા હતા અને જો તે ન આપે તો તેને અલગ રૂમમાં બંધ કરી દેતા હતા. પીડિતાના વકીલે જણાવ્યું કે, પતિ વ્યવસાયે એન્જિનિયર હોવાને કારણે પત્નીને ઈન્દોરથી પુણે લઈ ગયો હતો અને ત્યાં તેણીને ટોર્ચર કરતો હતો.

વકીલે કહ્યું કે, આરોપી પતિને તેની પત્ની સાથે સંબંધ નહોતો અને તે તમામ ખર્ચ પત્ની પાસેથી લેતો હતો. પીડિતાના વકીલે જણાવ્યું કે આરોપી કપાળ પર બિંદી, હોઠ પર લિપસ્ટિક, કાનમાં બુટ્ટી પહેરીને મહિલાની જેમ મેકઅપ કરતો હતો અને મહિલાને માનસિક ત્રાસ આપતો હતો. 12 જૂન, 2020ના રોજ દિલેશ્વર (આરોપી પતિ) તેની પત્નીને ઈન્દોર લાવ્યો હતો અને તેના મામાને ઘરે છોડી ગયો હતો.

આ પછી, પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે પતિ તેની સાથે વૈવાહિક સંબંધ રાખતો નથી અને તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. આ પછી જિલ્લા કોર્ટે આરોપી દિલેશ્વરની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો.

કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આદેશ આપ્યો કે પતિએ પીડિત પત્નીને ભથ્થા તરીકે દર મહિને 30 હજાર રૂપિયા ચૂકવવા પડશે. માર્ચ 2021 થી કેસ દાખલ કરવાના સમયથી, આરોપીને રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.