જાહેરનામું/ આણંદ જિલ્લા કલેક્ટરની જાહેર અપીલ, 21 થી 30 એપ્રિલ સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા કરી અપીલ

રાજ્યમાં કોરોનાનાં કારણે સ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. રોજ કોરોનાનાં નવા કેસ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. 

Top Stories Gujarat Others
123 49 આણંદ જિલ્લા કલેક્ટરની જાહેર અપીલ, 21 થી 30 એપ્રિલ સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા કરી અપીલ
  • આણંદ જિલ્લા કલેકટરની જાહેર અપીલ
  • કોરોના સંક્રમણ અટકાવવા કરી અપીલ
  • જિલ્લાના તમામ વ્યાપાર ધંધા બંધ રાખવા અપીલ
  • સાંજે 5 થી સવારના 6 સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા અપીલ
  • 21 થી 30 એપ્રિલ સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા અપીલ
  • આ પૂર્વ જાહેરનામું બહાર પાડ્યું પરત ખેંચાયું હતું
  • હવે કલેકટરએ આણંદની જનતાને કરી અપીલ

 

  • આણંદ સહિત 7 ન.પામાં આંશિક લોકડાઉન
  • અધિક જિ. કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
  • સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા રહેશે બંધ
  • 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રહેશે બંધ
  • આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત
  • બોરસદ,પેટલાદમાં આંશિક લોકડાઉન

રાજ્યમાં કોરોનાનાં કારણે સ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. રોજ કોરોનાનાં નવા કેસ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે અલગ-અલગ જિલ્લાઓમાં લોકડાઉન કે આંશિક લોકડાઉન થઇ રહ્યુ છે. આ કડીમાં હવે આણંદ પણ સામેલ થઇ ગયુ છે.

હાહાકાર / વાંચો, કોરોનાનો ડબલ મ્યુટેન્ટ શું છે ? જેના કારણે દુનિયાના દેશોમાં ભારતના નાગરિકોને નહીં મળે એન્ટ્રી

123 48 આણંદ જિલ્લા કલેક્ટરની જાહેર અપીલ, 21 થી 30 એપ્રિલ સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા કરી અપીલ

રાજ્યમાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. ત્યારે હવે લોકડાઉન ફરી એકવાર વિકલ્પ બને તેવુ લોકોની ચર્ચામાં મુખ્ય બન્યુ છે. આપને જણાવી દઇએ કે, હવે આણંદ સહિત 7 નગર પાલિકામાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. અહી સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધાઓ બંધ રહેશે. આ આંશિક લોકડાઉન 21 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી રહેશે. આપને જણાવી દઇએ કે, આંશિક લોકડાઉનનું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું છે. આ પહેલા મહેસાણામાં સતત કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે 22 એપ્રિલ થી 2 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવાામાં આવ્યો છે. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. ટાઉન હોલ ખાતે મળેલી બેઠકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે એવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલનાં રોજ મહેસાણા શહેરનાં બજારો આખો દિવસ ચાલુ રહેશે.

લોકડાઉન / કોરોના વકરતા રાજ્યના આ જીલ્લામાં લગાવાયું લોકડાઉન, જાણો કયા સુધી રહેશે આ પાબંધીઓ ?

ઉલ્લખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કોરોનાનાં કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાયો છે, ત્યારે આજે રેક્રોર્ડબ્રેક 99 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં જ કોરોનાનાં 468 પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેને લઈને હવે તંત્રની ચિંતા વધી છે અને કોરોનાની ચેઈન તોડવા માટે તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈનનાં પાલન માટે લોકો જાગૃત બને તે અંગે અસરકારક કામગીરી કરવા કમર કસી છે. ગતરોજ પણ આણંદ જિલ્લામાંથી સૌથી વધુ 91 કોરોના પોઝિટિવ કેસો મળી આવતા નાગરિકોમાં ડર પ્રસરી જવા પામ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Untitled 38 આણંદ જિલ્લા કલેક્ટરની જાહેર અપીલ, 21 થી 30 એપ્રિલ સુધી વ્યાપાર ધંધા બંધ રાખવા કરી અપીલ