Not Set/ ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો આંકડો પહોંચ્યો આસમાને

રવિવારે પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જે પાછલા ચાર વર્ષનો સૌથી મોંઘો ભાવ છે, અને ડીઝલના ભાવ 64.58 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. જે કિંમત ડીઝલની અત્યાર સુધીની સૌથી ઉંચી કીમત છે. કિંમત વધવાની સાથે જ સરકાર આ મુદ્ધા પર એકસાઈઝ ટેક્સ ઓછા કરવાની વાતો પણ ઉઠાવવા લાગી છે. […]

Top Stories Uncategorized
images 2 ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો આંકડો પહોંચ્યો આસમાને

રવિવારે પેટ્રોલનો ભાવ 73.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જે પાછલા ચાર વર્ષનો સૌથી મોંઘો ભાવ છે, અને ડીઝલના ભાવ 64.58 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. જે કિંમત ડીઝલની અત્યાર સુધીની સૌથી ઉંચી કીમત છે.

કિંમત વધવાની સાથે જ સરકાર આ મુદ્ધા પર એકસાઈઝ ટેક્સ ઓછા કરવાની વાતો પણ ઉઠાવવા લાગી છે.

સરકારી તેલ કંપનીઓ પાછલા વર્ષના જુન મહિનાથી બજારની મોંઘવારી જોતા રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરતી આવી છે. કિંમતના સંબંધમાં જાહેર થયેલી સુચના અનુસાર રવિવારે કંપનીઓએ દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 18 પૈસા પ્રતિ લીટર વધારી દીધા છે.

આ પછી હવે પેટ્રોલની કિંમત 73.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઈ છે. આ પહેલા 14 સપ્ટેમ્બર 2014 માં પેટ્રોલ સૌથી મોંઘુ હતું, ત્યારે તેની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લીટર હતી. ડીઝલની કિંમતો પર જો નજર કરવામાં આવે તો તેના ભાવ 7 ફેબ્રુઆરી 2018 માં સૌથી મોંઘુ હતું, ત્યારે કિંમત 64.22 રૂપિયા પ્રતિ લીટર હતી.

સરકારને કરથી કેટલી કમાણી?

ગત વર્ષે જયારે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે એક્સીઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો કાપ મુક્યો હતો ત્યારે પેટ્રોલની કિંમત 70.88 રૂપિયા પ્રતિ લીટર હતી, અને ડીઝલની કિંમત 59.14 રૂપિયા પ્રતિ લીટર હતી. એક્સાઈઝ ડ્યુટી ઓછી કરવાથી આ ભાવ ઘટ્યા હતા- ડીઝલનો 56.89 રુપયા પ્રતિ લીટર અને પેટ્રોલનો ભાવ 68.38 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. પરંતુ મહિના બાદ જ આંતરાષ્ટ્રીય ભાવ વધવાના કારણે દિલ્લીમાં પણ તેલની કિંમતમાં વધારો થયો હતો.

એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયાની કટોતી કરવાથી સરકારને પ્રતિ વર્ષ આવકમાં 26,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલના વર્ષમાં આ કારણે 13,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. નવેમ્બર 2014 થી જાન્યુઆરી 2016 વછે આંતરાષ્ટ્રીય સ્તર પર ઘટી રહેલી તેલની કિંમતોના કારણે પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે સરકારે નવ વાર પેટ્રોલને ડીઝલની એક્સાઈઝ ડ્યુટી વધારી હતી.

આ પંદર મહિનાની અંદર પેટ્રોલની કિંમત 11.77 રૂપિયા પ્રતિ લીટર વધી છે. જયારે ડીઝલની કિંમત 13.47 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી છે. આ પરથી સરકારને વિત્ત વર્ષ 2016-17 માં 242,000 કરોડ રૂપિયા અને વિત્ત વર્ષ 2014-15 માં 99,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

આંતરાષ્ટ્રીય તેલના ભાવ ઓછા હોવા છતાં કેમ છે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને?

તેલ મંત્રાલયે આ વર્ષેની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગવામાં આવેલા એક્સાઈઝ ડ્યુટીને ઓછી કરવાની માંગ કરી હતી, એટલે આંતરાષ્ટ્રીય સ્તર પર વધી તેલ તેલ કિંમતથી રાહત મળી શકે. પરંતુ વિત્ત મંત્રી અરુણ જેટલીએ એક ફેબ્રુઆરીએ પોતાના બજેટમાં તેલ મંત્રાલયની આ માંગને પૂરી કરવાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી હતી.

દક્ષીણ એશિયાના દેશોમાં પેટ્રોલ અને ડીઝલનો છૂટક ભાવ સૌથી વધારે છે, કારણ કે અહિયાં પેટ્રોલ પર ચુકવવામાં આવતા મુલ્યોમાં લગભગ અડધો ભાગ ટેક્સનો હોય છે. વિત્તમંત્રીએ આંતરાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમત ઘટવાથી થઇ રહ્યા નુકસાનની પુરવણી કરવા માટે નવેમ્બર 2014 થી જાન્યુઆરી 2016 વચ્ચે કુલ નવ વાર એક્સાઈઝ ડ્યુટી વધારી છે અને આ વખતે ઓક્ટોબરમાં માત્ર એક જ વાર ટેક્સમાં કટોતી કરી છે. કટોતી કર્યા પછી કેન્દ્ર સરકારે રાજ્યોને પણ વેટ ઓછો કરવા માટે કહ્યું હતું પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ સરકાર સિવાય બીજા કોઈ પણ રાજ્યોએ વેટમાં કટોતી કરી નથી. કોંગ્રેસ સમેત ભાજપ સાશિત પ્રદેશોએ પણ કેન્દ્ર સરકારની વિનંતીની અવગણના કરી દીધી હતી