Not Set/ જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

દિલ્લી, સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC-ST)ના એક્ટમાં ફેરફાર કરતા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પરંતુ કોર્ટના નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા દેશભરમાં સોમવારે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દલિત સમુદાયના સંગઠનો તેમજ કેટલાક કાયદાના […]

Top Stories
fdhh જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

દિલ્લી,

સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (SC-ST)ના એક્ટમાં ફેરફાર કરતા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પરંતુ કોર્ટના નિર્ણય બાદ દલિત સંગઠનો દ્વારા દેશભરમાં સોમવારે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતબંધના એલાન પર દેશભરમાં અલગ-અલગ શહેરોમાં દલિત સમુદાયના સંગઠનો તેમજ તેઓના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

fdff 1 જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

દલિત સમુદાયના સંગઠનો તેમજ કેટલાક કાયદાના જાણકારોના મત મુજબ, કોર્ટનો આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે અને આ કારણે કેટલાક વંચિત સમુદાયના લોકોનો અવાજ પણ કમજોર થશે. આ કારણે જ દલિત સમુદાયના સંગઠનો દ્વારા કોર્ટના નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી આંદોલન બોલાવવામાં આવ્યું છે.

શું છે સમગ્ર વિવાદ અને શા માટે દલિત સમુદાય દ્વારા કરવામાં આવી હતી દલીલ ?

હકીકતમાં, SC સમુદાયમાંથી આવતા એક વ્યક્તિએ મહારાષ્ટ્રના સરકારી અધિકારી સુભાષ કાશીનાથ મહાજન સામે એક ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદી દ્વારામાં મહાજન પર કથિત રીતે કેટલીક આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી અને જેમાં બે જુનિયર કર્મચારીઓ પર કાયદાકીય કાર્યવાહી રોકવાનો આરોપ પણ લગાવ્યો હતો

કોર્ટમાં પીટીશન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ બે જુનિયર કર્મચારીઓએ તેઓ પર કેટલીક જાતિને લગતી ટિપ્પણી કરી હતી.ગેર-અનુસૂચિત જાતિના અધિકારીઓએ ફરિયાદી વ્યક્તિ પર વાર્ષિક ગુપ્ત રિપોર્ટમાં વિરુધ ટિપ્પણી કતી હતી.

જયારે આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી વિરુધ કાર્યવાહી માટે વરિષ્ટ અધિકારીની પરવાનગી માંગી ત્યારે ન આપી હતી. જો કે ત્યારબાદ આ મામલે તેઓ વિરુધ પોલીસે કેસ દાખલ કર્યો હતો.

બીજી બાજુ બચાવપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જયારે કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિ વિરુધ ઈમાનદારીથી ટિપ્પણી કરવી આરોપ થઇ જાય છે ત્યારે આ અંગે કામ કરવું પણ મુશ્કેલ છે.

કાશીનાથ મહાજને FIR રદ્દ કરાવવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ બોમ્બે હાઇકોર્ટે આ મામલા અંગે ઇનકાર કર્યો હતો.

જો કે ત્યારબાદ તેઓએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ FIR હટાવવાના નિર્ણય પર ટોચની કોર્ટ દ્વારા ચુકાદો આપતા દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ એક્ટ મુજબ તાત્કાલિક ધરપકડ કરવાના નિર્ણય પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે અગ્રિમ જમાનત આપવા માટે પણ મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કેટલાક રાજકીય પાર્ટીઓ અને દલિત સમુદાય દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા હવે રિવ્યુ પીટીશન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય,

dalit 08 040218081908 જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ પીટીશન પર સુનાવણી કરતા ૧૯૮૯ના SC / ST અત્યાચાર નિવારણના એક્ટમાં તાત્કાલિક ધરપકડ ન કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટ દ્વારા SC / STના એક્ટ મુજબ દાખલ થયેલા કેસોમાં અગ્રિમ જમાનત આપવા માટે પણ મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, કાયદા મુજબ દાખલ થયેલા આ કેસમાં તાત્કાલિક ધરપકડ કરવાને બદલે પોલીસ દ્વારા ૭ દિવસની અંદર તપાસ કરવામાં આવે અને ત્યારબાદ એક્શન લેવામમાં આવે.

dalit 01 040218081908 જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

કોર્ટ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારીની ધરપકડ માટેની ઓપરેટિંગ ઓથોરિટીની મંજૂરી વિના થઇ શકે નહીં. જયારે ગેર-સરકારી કર્મચારીઓની ધરપકડ માટે પણ હવે એસએસપી રેન્કના પોલીસ અધિકારીની મંજૂરી જરૂરી હશે. આ પહેલા ગેર-સરકારી કર્મચારીઓની ધરપકડ ઇન્સ્પેકટર રેન્કના પોલીસ અધિકારી કરતા હતા.

dalit 07 040218081908 જાણો, શું છે SC-STના એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો? અને શા માટે દલિતો કરી રહ્યા છે આ નિર્ણયનો વિરોધ

આ પહેલા આ મામલાઓ અંગે કોર્ટ દ્વારા અગ્રિમ જમાનત આપવામાં આવતી ન હતી. જમાનત માત્ર હાઇકોર્ટ દ્વારા આપવામાં આવતી હતી પરંતુ હવે કોર્ટ આ કેસમાં સુનાવણી બાદ જ નિર્ણય લેશે.

શું છે દલિત સમુદાયની દલીલ

દલિત સમુદાયના સંગઠનોનું કહેવું છે કે, કોર્ટના આ નિર્ણય બાદ ૧૯૮૯ના SC / ST અત્યાચાર નિવારણના એક્ટ કમજોર પડી જશે. આ એક્ટના સેક્શન ૧૮ મુજબ આ મામલોમાં અગ્રિમ જમાનત આપવા માટેનો નિયમ નથી.

જયારે હવે કોર્ટ દ્વારા આ મામલે ચુકાદા બાદ અપરાધીઓને છૂટ આપવામાં આવી છે ત્યારે ફરીથી આરોપીઓ માટે બચીને નીકળી જવું સહેલું બની જશે.

આ ઉપરાંત સરકારી અધિકારીની ધરપકડ માટેની ઓપરેટિંગ ઓથોરિટીની મંજૂરી બાબતે દલિત સમુદાયનું કહેવું છે કે, આ મામલે પણ ભેદભાવ થઇ શકે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) ૨૦૧૬ના રિપોર્ટ મુજબ, દેશભરમાં જાતિને લગતા અપશબ્દોના ૧૧,૦૬૦ મામલાના કેસો સામે આવ્યા હતા અને ત્યારબાદ આ કેસોની તપાસમાં કુલ ૯૩૫ ફરિયાદો ખોટી જોવામાં આવી હતી.