ગમખ્વાર અકસ્માત/ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત

ગુજરાત-રાજસ્થાન બોર્ડર  મુસાફરો ભરેલ ક્રુઝર જીપની બ્રેક ફેઈલ થતા  આગળ જય રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ  હતી. 19 જેટલા મુસાફરો હતા જીપમાં સવાર હતા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 62 3 ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત
  • ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત
  • ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત
  • 19 જેટલા મુસાફરો હતા જીપમાં સવાર
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે શામળાજી ખસેડાયા

અરવલ્લીની હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક સાથે જીપ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જયારે 10 લોકો ઘાયલ થયા છે. રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી આરંભી છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત-રાજસ્થાન બોર્ડર  મુસાફરો ભરેલ ક્રુઝર જીપની બ્રેક ફેઈલ થતા  આગળ જય રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ  હતી. 19 જેટલા મુસાફરો હતા જીપમાં સવાર હતા. જીપ અથડાતા 9 મુસાફરો પટકાયા હતા. જેઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જયારે 10 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. આમાંથી ત્રણની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડાયા છે.

ગંભીર અકસ્માતની આ ઘટનાને લઈ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોની ઝડપતી હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે સર્જાઈ હતી. સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માતને લઈ મદદે દોડ્યા હતા. અને ઘાયલોને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો