લઠ્ઠાકાંડ રાજ્યભરમાં ગાજી રહી ગયું છે ત્યારે જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે અમુક શખ્સો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની ચોક્કસ હકીકત જામનગર એસઓજીને મળી હતી. આ હકીકતના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અને પોલીસે હરિપર ગામે દરોડો પાડી બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે,અહીં વનસ્પતિ ઘી, અમૂલનો પાવડર અને પાણી ભેળવીને વિપુલ પ્રમાણમાં દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામે એસઓજી પોલીસે દરોડો પાડી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડી પાડી છે. આ ફેક્ટરી પર ઘી પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે આશરે 800 લીટર દૂધનો જથ્થો નાશ કર્યો છે, આ ઉપરાંત 42 નંગ વનસ્પતિ ઘી ના ડબ્બા, પાવડરના 14 બાચકા અને મશીનરી સહિતનો જથ્થો પોલીસે સીઝ કર્યો છે
અહીંથી બનાવવામાં આવતું દૂધ ડેરીમાં જતું હતું કે લોકોના ઘર સુધી જતું હતું.તેની વિગતો હવે જાહેર થશે… પોલીસે ફેક્ટરીમાંથી નકલી દૂધ બનાવવાની મશીનરી ઉપરાંત વનસ્પતિ ઘીના 42 ડબા ભરેલા અને અમુલ પાવડરના 14 બાચકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતોઆ ઉપરાંત દાળઢડા ઘી પાવડર અને પાણીમાંથી બનાવવામાં આવેલ 800 લીટર નકલી દૂધ નો જથ્થો નાશ કર્યો હતો….
આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી છે તેમજ કોણ કોણ સંડોવાયું છે અને દરરોજનો કેટલો જથ્થો અહીંથી ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તેની પોલીસે તપાસ શરૂ કરી છે… હાલ એસઓજી પોલીસ દ્વારા પંચનામું કરી કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, પોલીસે અહીંથી દૂધ, ઘી, પાવડર ના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે….