Not Set/ ભાવનગરમાં નગર પ્રાથમિક શાળામાં પાણીના ટાંકાનો સ્લેબ તૂટયો, બે વિદ્યાર્થી પડ્યા અને…

ભરતનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 76માં રિશેષના સમયમાં બાળકો રમી રહ્યા હતા.

Gujarat Others
ટાંકાનો સ્લેબ

ભાવનગરની એક નગર પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં  ભરતનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 76માં રિશેષના સમયમાં બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન શાળાના પટાંગણમાં આવેલા ટાંકાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં બે બાળકો પાણીના ટાંકામાં પડી ગયા હતા. જોકે, સદનસીબે તે બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભરતનગર વિસ્તારમાં આવેલી કેન્દ્રવતી શાળા નંબર 76 માં આજે પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. શાળાના પટાંગણમાં રિશેષના સમયે રિશેષના સમયમાં બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો પાણીના ટાંકાના સ્લેપ ઉપરથી દોડી રહ્યા હતા ત્યારે અચાનક ટાંકાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી બે વિદ્યાર્થીઓ પાણીના ટાંકામાં પડી ગયા હતા. આ ટાંકો 15 ફૂટ ઊંડો છે. જેમાં બે વિદ્યાર્થીઓ પડી ગયા હતા.

આ સમગ્ર ઘટના શાળાના CCTVમાં માં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે બે બાળકો દોડતા આવી રહ્યા હતા તે દરમિયાન જ પાણીના ટાંકાનો સ્લેબ તૂટી ગયો હતો. જોકે, સદનસીબે ત્યાં બાજુમાં ઉભેલા બાળકોએ તેને બચાવી લીધા હતા.

ભાવનગર 76 નંબરની શાળામાં બનેલી ઘટના બાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી ગઈ હતી. શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શાળામાં બપોરના સમયે ઘટના બની હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. અંદાજે વર્ષ 2010માં આ શાળાનું બાંધકામ થયું ત્યારે ટાંકો બનાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય હરેશ રાજ્યગુરુ પાસે નોટીસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે કે, શું તમને આ સ્લેબ તૂટવાની ભીતિ છે. ખબર હતી કે નહતી? આવી કેટલીય શાળાઓ છે અને આચાર્યોને જાણ કરવામાં આવશે કે, તકેદારી લે જેથી ભવિષ્યમાં જાનહાની જેવો બનાવ બને નહીં.

આ પણ વાંચો : શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાશે AAPમાં? જાણી શું છે વાસ્તવિકતા

આ પણ વાંચો :વડોદરામાં કેમેસ્ટ્રીના પેપર પહેલા જ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો : નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માટે છે મુખ્યમંત્રીનો ચહેરો, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

આ પણ વાંચો :જીતુ વાઘાણીનાં નિશાને પ્રશાંત કિશોર, કહ્યું, ‘કોંગ્રેસ 2022માં ખરાબ રીતે હારશે’