Not Set/ નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માટે છે મુખ્યમંત્રીનો ચહેરો, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલ ટૂંક સમયામાં કોંગ્રેસમાં જોડાશે.

Top Stories Gujarat Others
નરેશ પટેલ
  • ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે
  • રાજસ્થાનના CM અશોક ગેહલોતે ખેલ પાડ્યો
  • નરેશ પટેલ કોંગ્રેસના CMપદના ઉમેદવાર બનશે
  • રાજ્યના અગ્રણી અખબારનો અહેવાલ
  • જયપુરમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત

પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે. નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, અને ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓ રાજ્યના મોટા માથાઓને અને સામાજીક અગ્રણીઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ રાજકારણમાં ઝંપ લાવે તેવી અટકળો લગાવાઇ રહી હતી. ત્યાં જ આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ મામલે બેઠક યોજી હતી. જે બાદ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે.

નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો દિવ્ય ભાસ્કરના અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલ ટૂંક સમયામાં કોંગ્રેસમાં જોડાશે. જોકે આ દરમિયાન કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ એવું પણ કહ્યુ હતું કે, નરેશ પટેલને CM પદ આપવા માટે હાલમાં કોઇ ચર્ચા થઇ નથી.

ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. ખાસ કરીને હાલ નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ આગામી દિવસમાં મોટા રાજકીય ધડાકા કરે એવી પૂરી શક્યતા છે. નબળી ગણાતી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવા માટે સ્ટ્રેટેજી ઘડી રહી છે અને એના માટે પૂરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે કોંગ્રેસે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે, જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.

અગાઉ નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવાને લઇ જણાવ્યું હતું કે, હું રાજકાણમાં આવું તો મારે ખોડલાધામ ટ્ર્સ્ટનું ચેરમેન પદ છોડવું પડે. માટે હાલમાં સમાજની સાથે આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નરેશ પટેલે એવું પણ જણાવ્યું હતું કે, સમાજમાં થતા સર્વેમાં કેટલા દિવસો લાગશે તે વિશે કંઇ કહી શકાય નહીં. માટે સર્વે થયા બાદ જ તેઓ કોઈ રાજનીતિક પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેશે.

 

આ પણ વાંચો :ધાનેરામાં બે વર્ષ સુધી બસ સેવા ઠપ્પ, વિદ્યાર્થીઓએ અભદ્ર સ્થિતિમાં રોકી બસ

આ પણ વાંચો :વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બગાડ, રહીશોમાં રોષની લાગણી

આ પણ વાંચો :સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ