Controversy/ સાંસદ સ્વ.મોહન ડેલકરની માસિક શ્રધાંજલિ, દમણ અને દાદરા નગર હવેલીને બંધ રાખવા અપીલ, કલેક્ટરે લાગુ કરી કલમ 144

આવતીકાલે 22 માર્ચ ના રોજે દાદરા નગર હવેલીના સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરના આપઘાત ને એક મહિનો થઈ રહયો હોય ત્યારે માસિક શ્રધાંજલિ આપવા

Gujarat Others
election 5 સાંસદ સ્વ.મોહન ડેલકરની માસિક શ્રધાંજલિ, દમણ અને દાદરા નગર હવેલીને બંધ રાખવા અપીલ, કલેક્ટરે લાગુ કરી કલમ 144

આવતીકાલે 22 માર્ચ ના રોજે દાદરા નગર હવેલીના સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરના આપઘાત ને એક મહિનો થઈ રહયો હોય ત્યારે માસિક શ્રધાંજલિ આપવા અર્થે દમણ અને દાદરા નગર હવેલીને બંધ રાખવાની અપીલ સામાજિક સંસ્થાઓ અને અધિવાસી એકતા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે.

પરંતુ શાંતિ થી થઈ રહેલી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને બંધ ને રોકવા માટે દાદરા નગર હવેલીના કલેક્ટર સંદીપકુમારે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

દાદરા નગર હવેલીમાં 144ની કલમ લાગુ થવા થી લોકો બાહર આવી શ્રધાંજલિ નહીં આપી શકે અને બંધને નિષ્ફળ કરવાના પ્રયાસો પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા હોવાથી લોકોમાં આક્રોશ ચરમસીમાએ પોહચી ગયો છે.

આ સાથે પ્રશાસનના માહિતી ખાતા એ પ્રેસ નોટ બાહર પાડી જાહેર જનતાને જણાવમાં આવ્યું છે કે કોઇ પણ નાગરિક કે સંસ્થા બળજબરીપૂર્વક બંધ કરાવી શકે નહીં અને જો કરશે તો કાયદા વિરુદ્ધ ગણાશે.

પ્રશાસને લોકોને બંધ નહીં રાખવાની અપીલ કરી રહ્યા છે અને જો કોઈ બંધ કરવા આવે તો પોલીસ ને જાણકારી આપવામાં માટે પ્રેસ નોટમાં જણાવામાં આવ્યું છે.

દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે બંધને લઈને પરિસ્થિતિ તંગ બની છે. હવે જોવું રહ્યું આવતીકાલે શુ થાય છે , પ્રદેશના લોકો બંધમાં જોડાય છે કે પછી પ્રશાસન બંધને નિષ્ફળ રાખવામાં સફળતા પ્રાપ્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજ  દાદરાનગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ દક્ષિણ મુંબઈની એક હોટલમાં છત પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ પણ હોટલમાંથી મળી આવી છે.

સાસંદ  મોહન ડેલકર આત્મહત્યા કેસને લઈ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની મુશ્કેલી વધી ગઈ છે. મુંબઈ પોલીસે પ્રફુલ પટેલ સહિત 9 લોકો સામે આત્મહત્યાની  દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અન્ય આરોપીઓમાં દાદરા-નગર હવેલીના કલેક્ટર સંદીપ સિંહ, ડે. કલેક્ટર અપૂર્વ શર્મા, DySP મનસ્વી જૈન, પૂર્વ SP શરદ ભાસ્કર, તલાટી દિલીપ પટેલ અને ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના નામ સામેલ છે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલથી લઈ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સંઘ પ્રદેશની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે