Not Set/ સુરતના હાઇપ્રોફાઇલ હિતેશ રબારી સુસાઇડ કેસમાં 6 મહિના બાદ પ્રેમિકા સામે દાખલ થયો ગુનો

સુરતમાં ગણદેવીના મટવાડ ગામે ઘોડા ઉછેર ફાર્મહાઉસમાં આજથી લગભગ ૬ મહિના અગાઉ હિતેશ રબારીએ ભેદી સંજોગોમાં રિવોલ્વરથી પોતાના કપાળે ગોળી મારી લઇ આપઘાત કર્યો હતો. ત્યારબાદ આજરોજ પોલીસે તેની પ્રેમિકા જ્યોતિ સોલંકી વિરુધ આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોધ્યો છે. ઉલ્લેખનિય છે કે, જ્યોતિએ રૂપિયા અને ફલેટ નહીં આપે બિભત્સ ક્લીપીંગ્સ જાહેર કરવાની ધમકી આપતાં હિતેશે આપઘાત કર્યો […]

Gujarat
સુરતના હાઇપ્રોફાઇલ હિતેશ રબારી સુસાઇડ કેસમાં 6 મહિના બાદ પ્રેમિકા સામે દાખલ થયો ગુનો
સુરતમાં ગણદેવીના મટવાડ ગામે ઘોડા ઉછેર ફાર્મહાઉસમાં આજથી લગભગ ૬ મહિના અગાઉ હિતેશ રબારીએ ભેદી સંજોગોમાં રિવોલ્વરથી પોતાના કપાળે ગોળી મારી લઇ આપઘાત કર્યો હતો. ત્યારબાદ આજરોજ પોલીસે તેની પ્રેમિકા જ્યોતિ સોલંકી વિરુધ આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોધ્યો છે.
ઉલ્લેખનિય છે કે, જ્યોતિએ રૂપિયા અને ફલેટ નહીં આપે બિભત્સ ક્લીપીંગ્સ જાહેર કરવાની ધમકી આપતાં હિતેશે આપઘાત કર્યો હતો. અને ત્યારબાદ આ બહુચર્ચિત કેસમાં હિતેશનાં મોટાભાઇ દશરથ દેસાઇએ પ્રેમિકા જ્યોતિ સોલંકી સામે પોલીસમાં અરજી આપી હતી અને તેને હિતેશનાં મોત માટે જવાબદાર ગણાવી હતી.
આ હાઇપ્રોફાઇલ આપઘાતના કેસમાં પોલીસે એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં હિતેશ રબારી સંબંધિત તમામ પાસાઓના મુદ્દાઓને લેવામાં આવ્યા હતા પરંતુ હિતેશના મોતનું રહસ્ય અકબંધ રહ્યું હતું.