Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડનો તણખો AMCમાં ઝર્યો, શાળાઓ-ગેમઝોનમાં ચકાસણી શરૂ

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં શિક્ષણ તંત્ર એલર્ટ થયું છે. ફાયર સેફટીના મુદ્દાઓને લઇ શાળાઓ, ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujarat Top Stories Ahmedabad Rajkot Trending
Beginners guide to 86 1 રાજકોટ અગ્નિકાંડનો તણખો AMCમાં ઝર્યો, શાળાઓ-ગેમઝોનમાં ચકાસણી શરૂ

Ahmedabad News: રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં શિક્ષણ તંત્ર એલર્ટ થયું છે. ફાયર સેફટીના મુદ્દાઓને લઇ શાળાઓ, ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગકાંડ બાદ હરકતમાં આવ્યું છે. ગેમિંગ ઝોનની તપાસ કરાઈ રહી છે. સાથે શહેરમાં શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈ તારકાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. શાળાઓમાં ફાયર સુવિધાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સફાળાં જાગ્યા છે.

એએમસસીએ ત્રણ ટીમો બનાવી 14 ગેમઝોનનું ચેકિંગ શરૂ કર્યુ છે. મોટા ભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે તેમ જાણવા મળ્યું છે. વેન્ટિલેશનની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો છે.

આ ઉપરાંત અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ હોવાનું કોર્પોરેશનની તપાસમાં જણાઈ આવ્યું છે. આ બતાવે છે કે અમદાવાદ પણ રાજકોટ ગેમ ઝોન જેવી હોનારતની રાહ જોઈ રહ્યુ છે. તાજેતરમાં જ અમદાવાદના ટીઆરપી મોલમાં આગ લાગી હતી તે સમયે ફાયરબ્રિગેડની સમયસૂચકતાના લીધે બધાનો જીવ બચી ગયો હતો, પરંતુ જો આ રીતે નિયમોનું પાલન જ થતું નહીં રહે તો પછી અમદાવાદ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બહુ ખાસ દૂર નથી. હાલમાં રાજકોટની ઘટનામાંથી તંત્ર બોધપાઠ નહીં લે અને નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરાવે તો અમદાવાદ પણ આવી કમનસીબ કરુણાંતિકાનો ભોગ બની શકે છે.

મોટાભાગના ગેમિંગ ઝોનમાં યોગ્ય વેન્ટિલેશન પણ નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ 14 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ કરાયું હતું. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આ તમામ બાબતોની ચકાસણી કરી અને જ્યાં સુધી આ ખામીઓને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોનને ચાલુ ન કરવા દેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તમામ ગેમ ઝોનમાં આજે ચેકિંગ પૂર્ણ થયા બાદ એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ