Good News!/ યે દોસ્તી હમ નહીં તોડેંગે : ગુજરાત કેડરના બે બેચમેટ આઇએએસ ઓફિસર બન્યા વેવાઈ

યે દોસ્તી હમ નહીં તોડેંગે… તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે….” આ પંક્તિઓને જાણે ગુજરાત કેડરના બે બેચમેટ આઇ.એ.એસ ઓફિસર્સની જોડી પંકજ જોશી અને કે. શ્રીનિવાસની બાબતમાં શબ્દ ચરિતાર્થ થતી જોવા મળી છે.

Top Stories Gujarat
marrige

મંતવ્ય ન્યૂઝ@રાજકોટ,ભાવિની વસાણી

યે દોસ્તી હમ નહીં તોડેંગે… તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે….” આ પંક્તિઓને જાણે ગુજરાત કેડરના બે બેચમેટ આઇ.એ.એસ ઓફિસર્સની જોડી પંકજ જોશી અને કે. શ્રીનિવાસની બાબતમાં શબ્દશઃ ચરિતાર્થ થતી જોવા મળી છે. જોકે આ બંનેની વર્ષો જૂની મિત્રતા હવે તેઓના સંતાનોના કારણે સંબંધોમાં પરિણમી છે. એક જ બેચમાં 1989 માં આઇ.એ.એસ ઓફિસર બન્યા હતા અને વર્ષોથી તેઓને વિવિધ ક્ષેત્રોમાં જવાબદારીઓનો અનુભવ છે. અત્યાર સુધી બંને વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી પરંતુ હવે બંનેના સંતાનોએ પ્રભુતામાં પગલા માંડયા હોય વેવાઈ બની ચૂક્યા છે. તેઓના સંતાનોના લગ્નવિવાહ પ્રસંગ સંપન્ન થયા છે જે બદલ તેઓને રાજ્યભરમાંથી અધિકારીઓ તેમજ સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Exclusive / ગુજરાત જો સમૃદ્ધ રાજ્ય છે તો બેરોજગારી કેમ છે…? “On Th…

Shri Pankaj Joshi, IAS - GMRCKatikithala Srinivas appointed as Additional Secretary, DoPT || Whispersinthecorridors

 

પંકજ જોષી ગુજરાત રાજ્યના નાણા સચિવ છે, જ્યારે કે. શ્રીનિવાસ દિલ્હી દરબારમાં એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે.આ બંને પોતાની ફરજ બદલ પોતાના ક્ષેત્રમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. આ બંને પરિવારો હવે મિત્રતા નહીં પરંતુ વેવાઈના સંબંધમાં જોડાઇ ચૂક્યા છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં જવલ્લેજ જોવા મળી હોય તેવી ઘટના ઘટી છે કે જેમાં ગુજરાત કેડરના બંને બેચમેટના સંતાનો એટલે કે શ્રીમતી જ્યોત્સના પંકજ જોશીના પુત્ર શુભાંગ અને શ્રીમતી બિંદુ કે. શ્રી નિવાસની પુત્રી ગાર્ગી વચ્ચે પણ સારી મિત્રતા હોય આંખો મળી જતા પ્રેમ પાંગર્યો હતો. જે હવે ગાઢ મિત્રતા પછી સંબંધોમાં પરિવર્તિત થયો છે. આ બંનેના તારીખ 11 ડિસેમ્બરના રોજ વર્તમાન કોરોના કાળમાં જૂજ સ્વજનોની વચ્ચે લગ્ન સમારંભ વિધિ-વિધાન સાથે સંપન્ન થયા છે તેમજ ગઈકાલે તારીખ 12 ના રોજ રિસેપ્શન વિધિ પણ પૂર્ણ થઈ છે. આ પ્રસંગે કોવિડની પરિસ્થિતિમાં બહોળા પ્રમાણમાં સ્વજનોને સાક્ષી બનવાનો મોકો ભલે ન મળ્યો હોય પરંતુ ગુજરાતમાં રહેતા સંબંધીઓ સાથે તેમનો ગાઢ નાતો હોય તમામ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ તેઓની દોસ્તી આમ જ અકબંધ રહે તેવી પ્રાર્થના તથા આશીર્વાદ સ્નેહીજનો એ પાઠવ્યા હતા.

loss / ટોલ પ્લાઝા ફ્રી કરવાથી સરકારને શું નુક્સાન..? NHAIએ 2019-202…

વર્તમાન સમયમાં કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે સંજોગો વસાત બંનેએ પોતાના લાડલા સંતાનોના લગ્ન ધામધૂમપૂર્વક યોજવાના બદલે સાદગીપૂર્વક કર્યા હતા. એટલું જ નહીં તેઓએ લગ્નની કંકોત્રીમાં પણ એવું છપાવ્યું હતું કે તેઓના સંતાનો વર્તમાન સંજોગો અને પરિસ્થિતિના કારણે પરિવારજનો વચ્ચે ફેરા ફરશે, આ પ્રસંગે સ્નેહીજનોની હાજરીને તેઓ ચોક્કસ મિસ કરશે પરંતુ તમામ સ્નેહીજનોનેના સંતાનોના શુભલગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા માટે મનોકામના વ્યક્ત કરી હતી. ઉપરાંત વ્યક્તિગત મેસેજ પાઠવીને પણ જણાવ્યું હતું કે કોરોનાના કારણે મોટાપાયા પર લગ્ન યોજાયા નથી અને જેથી બધાને આમંત્રણ પાઠવી બોલાવી શક્યા નથી. માટે તમામ પાસે આશીર્વાદ અને પ્રાર્થનાની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમજ નજીકના ભવિષ્યમાં જ્યારે મોટું રિસેપ્શન યોજાશે ત્યારે બધાને સામેલ કરવામાં આવશે.

online / “જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરત” જાણીલે જ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…