Not Set/ આતંકી હુમલાનાં ભય તળે અમરનાથ યાત્રિકોને પાછા ફરવા સરકારની અપીલ

પવિત્ર અમરનાથ યાત્રા હાલ સરકાર દ્વારા પૂર્ણ રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. અમરનાથ યાત્રાનાં રૂટ પરથી ખતરનાક સ્નાઇપર ગન કબજે કરવામા આવતા ભારે તનાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રા એડવાઇઝરી કમિટી દ્વારા સરકારને યાત્રિકોને બને તેટલી જલ્દીથી પાછા ફરવા ભલામણ કરવામા આવતા, 15 ઓગસ્ટ સુધી ચાલું રહેનારી અમરનાથ યાત્રાનાં યાત્રિકોને તત્કાલીક અસરથી […]

Top Stories
pjimage આતંકી હુમલાનાં ભય તળે અમરનાથ યાત્રિકોને પાછા ફરવા સરકારની અપીલ

પવિત્ર અમરનાથ યાત્રા હાલ સરકાર દ્વારા પૂર્ણ રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. અમરનાથ યાત્રાનાં રૂટ પરથી ખતરનાક સ્નાઇપર ગન કબજે કરવામા આવતા ભારે તનાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રા એડવાઇઝરી કમિટી દ્વારા સરકારને યાત્રિકોને બને તેટલી જલ્દીથી પાછા ફરવા ભલામણ કરવામા આવતા, 15 ઓગસ્ટ સુધી ચાલું રહેનારી અમરનાથ યાત્રાનાં યાત્રિકોને તત્કાલીક અસરથી સરકાર દ્વારા યાત્રા ટુંકાવી યાત્રામાંથી પાછા ફરવાની અપીલ કરવામાં આવી છે. તમામ યાત્રિકોને પાછા બેઇઝ કેમ્પ પહોંચાડવા માટે સરકાર દ્વારા વ્યવસ્તા પણ કરી દેવામાં આવી છે, અને હવાઇ માર્ગનો મહત્તમ ઉપયોગ કરી સેના દ્વારા યાત્રિકોને બેઇઝ કેમ્પ સુરક્ષીત પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

LETTER આતંકી હુમલાનાં ભય તળે અમરનાથ યાત્રિકોને પાછા ફરવા સરકારની અપીલ

આપને જણાવી દઇએ કે યાત્રાનાં રૂટ પરથી હથિયારોનો જથ્થો અને દુરથી ચોક્કસ અને સટીક નિશાન લઇ લક્ષ્ય ભાદ કરનારી સ્નાઇપર ગન પણ કબજે કરવામાં આવી છે. ત્યારે આમરનાથ મામલે આતંકીઓ દ્વારા મોટી ખાનખરાબી કરી ખુંવારી વહેરવાની ચાલ ખુલ્લી પડી જવા પામી હોવાથી સુરક્ષાની દ્રષ્ટીથી આ પગલું લેવામાં આવી રહ્યું હોવાનું સત્તાવાર જણાવવામા આવી રહ્યું છે. હાલ જોકે, અમરનાથ યાત્રા ખરાબ હવામાનને કારણે સ્થગિત જ છે, પરંતુ આતંકી ઓછાયાને કારણે સરકાર અને અમરનાથ યાત્રા એડવાઇઝરી કમિટી દ્વારા યાત્રિકોને પોતાની યાત્રા બને તેટલી જલ્દી ટુંકાવી પાછા ફરવાની અપીલ કરવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.