અમદાવાદ
સેફ સીટી ગુજરાતમાં પણ હવે મર્ડરની કોઈ નવાઈ નથી રહી. સોમવારે રાત્રે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે.
પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો છે. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
તેઓ ટ્રેન નંબર ૧૯૧૧૬માં અમદાવાદ જઈ રહ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવ રાત્રે ૨ વાગ્યે થયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.