Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા ચાલુ,10 પોલિસકર્મીઓ ફસાયા,દિલ્હીમાં કરાં પડ્યા,ઉત્તર ભારત ઠુંઠવાયું

દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે પણ એટલી હિમવર્ષા થઇ રહી છે કે આખુ રાજ્ય  દેશથી અલગ પડી ગયું છે.કાશ્મીરના મોટા ભાગના હાઇવે બ્લોક કરાયા છે અને લેન્ડ સ્લાઇડીંગના કારણે અનેક વાહનો રસ્તામાં અટવાઇ ગયા છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે આર્મીની હાલત પણ ખરાબ છે.જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગપાસે આવેલી પોલીસ પોસ્ટ પર હિમસ્ખલન […]

Top Stories India
qqp 3 જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા ચાલુ,10 પોલિસકર્મીઓ ફસાયા,દિલ્હીમાં કરાં પડ્યા,ઉત્તર ભારત ઠુંઠવાયું

દિલ્હી,

જમ્મુ કાશ્મીરમાં સતત ચોથા દિવસે પણ એટલી હિમવર્ષા થઇ રહી છે કે આખુ રાજ્ય  દેશથી અલગ પડી ગયું છે.કાશ્મીરના મોટા ભાગના હાઇવે બ્લોક કરાયા છે અને લેન્ડ સ્લાઇડીંગના કારણે અનેક વાહનો રસ્તામાં અટવાઇ ગયા છે.

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે આર્મીની હાલત પણ ખરાબ છે.જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગપાસે આવેલી પોલીસ પોસ્ટ પર હિમસ્ખલન થતાં 10 પોલીસકર્મીઓ ફસાઈ ગયા છે. સેના સ્થાનિક લોકોની મદદથી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.

બીજી બાજુ દિલ્હી અને તેમની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ અને કરા પડ્યા હતા. ગુરૂવારે બપોરે દિલ્હીમાં હલકો હલકો વરસાદ પડ્યો તો સાંજે કેટલાંક વિસ્તારોમાં બરફના કરાં પણ પડ્યા હતા.

હવામાન ખરાબ હોવાના કારણે સાંજે છ થી રાતના 9.45 સુધી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનારી 38 ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા હતા.દિલ્હીથી અમદાવાદ આવતી 10 ફ્લાઇટના શીડ્યુઅલ ખોરવાયા હતા અને કેટલીક ફ્લાઇટ રદ કરવી પડી હતી.

દિલ્હીમાં એરપોર્ટ ઓથિરટીએ જણાવ્યું કે, ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવતી-જતી ઘણી ફલાઈટ ઉપર હવામાનની અસર થઈ છે. તેમણે જણાવ્યું કે, ખૂબ ઝડપથી પવન ફૂંકાતો હોવાથી બોમ્બાર્ડિયર અને એટીઆર ફ્લાઈટના માર્ગ બદલવામાં આવ્યા છે.

દિલ્હીથી પણ વધારે ખરાબ હાલત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઇ હતીહિમાચલપ્રદેશમાં શુક્રવારે સવારે પણ બરફ વર્ષા ચાલુ રહી હતી.શિમલામાં માઇનસ ડીગ્રીમાં તાપમાન જતાં લાખો લોકો ઘરમાં જ ભરાઇ રહ્યાં હતા. અહીંના લાહૌલ અને સ્પિટીમાં સૌથી ઓછું માઈનસ 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારે વરસાદ તેમજ ઉત્તરાખંડમાં નવેસરથી હિમવર્ષાને પગલે દિલ્હી, પંજાબ-હરિયાણાનું તાપમાન અચાનક ઘટ્યું હતું. ઉત્તરાખંડના કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી,હેમકુંડ સાહિબ તેમજ લોકપ્રિય હિલ સ્ટેશન ઓલી સહિતના પર્વતીય પ્રદેશોમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા પછી ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને પિથોરગઢ જેવા અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.

હિમાચલમાં સૌથી વધુ 47 મિમી વરસાદ ચંબામાં પડ્યો હતો, જ્યારે ધર્મશાલામાં  42.8,  પાલમપુરમાં 34,  કાંગરામાં 25.7,   મનાલીમાં 14 અને ડેલહાઉસીમાં આઠ મિમી પાણી પડ્યું હતું.

ઉત્તરીય હિમાલય અને જમ્મુ કાશ્મીરમાં વાતા સુસવાટા ભર્યા બર્ફિલા પવનોને પગલે પંજાબના મોહાલી,  અમૃતસર,  લુધિયાણા,  પતિયાલા, ગુરદાસપુર, પઠાણકોટ,જલંધર તેમજ હરિયાણાના અંબાલા, પંચકુલા અને કરનાલમાં પણ ગુરુવારે સામાન્ય વરસાદ પડતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.