PRS Oberoi Death/ નથી રહ્યા ઓબેરોય ગ્રુપના ચેરમેન , અબજોની સંપત્તિના માલિક હતા 5 સ્ટાર હોટેલના જનક 

ઓબરોય ગ્રુપના ચેરમેન પૃથ્વી રાજ સિંહ ઓબેરોયનું 94 વર્ષની વયે અવસાન થયું. પૃથ્વી રાજ સિંહ ઓબરોયને ભારતીય હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણી તરીકે ઓળખવામાં આવે છે. તેણે પોતાની પાછળ એક મોટો બિઝનેસ છોડી દીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે ઓબરોય ગ્રુપના ચેરમેન પીઆરએસ ઓબેરોયનું આજે સવારે નિધન […]

India Business
Oberoi Group Chairman Prithvi Raj Singh Oberoi

ઓબરોય ગ્રુપના ચેરમેન પૃથ્વી રાજ સિંહ ઓબેરોયનું 94 વર્ષની વયે અવસાન થયું. પૃથ્વી રાજ સિંહ ઓબરોયને ભારતીય હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણી તરીકે ઓળખવામાં આવે છે. તેણે પોતાની પાછળ એક મોટો બિઝનેસ છોડી દીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે ઓબરોય ગ્રુપના ચેરમેન પીઆરએસ ઓબેરોયનું આજે સવારે નિધન થયું છે.’ હોસ્પિટાલિટી ક્ષેત્રના મહાન વ્યક્તિત્વ ઓબરોયનો વારસો કોઈ મર્યાદામાં સીમિત નથી.

અનેક પુરસ્કારોથી પણ સન્માનિત

ઓબરોયને પર્યટન અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન બદલ પદ્મ વિભૂષણ સહિત ઘણા મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. તેમના અસાધારણ નેતૃત્વ અને વિઝન માટે તેમને ઇન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ (ILTM) ખાતે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હોટેલ્સ (મેગેઝિન) યુએસએ દ્વારા ઓબેરોયને ‘કોર્પોરેટ હોટેલિયર ઓફ ધ વર્લ્ડ’ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. બર્લિનમાં 6ઠ્ઠી ઈન્ટરનેશનલ હોટેલ્સ ઈન્વેસ્ટમેન્ટ ફોરમ દ્વારા તેમને પ્રતિષ્ઠિત લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ સિવાય તેમને ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ સહિત ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. ‘એક તેજસ્વી વ્યક્તિની ખોટ પર શોક વ્યક્ત કરતી વખતે, અમે તેમના વારસાને યાદ કરીશું…’ કાપશેરામાં ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ (ઓબેરોય ફાર્મ) ખાતે આજે સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, નિવેદનમાં જણાવાયું છે. પીઆરએસ ઓબેરોય, જેઓ ‘બીકી’ તરીકે જાણીતા છે, તેમનો જન્મ 1929માં દિલ્હીમાં થયો હતો. ‘ધ ઓબેરોય ગ્રુપ’ના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર પીઆરએસ ઓબેરોય લાંબા સમય સુધી EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા.

કેટલી સંપત્તિ ?

ઓબરોય ગ્રુપનો બિઝનેસ આજે દેશના અલગ-અલગ 7 દેશોમાં છે. ઓબેરોય ગ્રુપના વિસ્તરણનો શ્રેય મોહન સિંહ ઓબેરોયના પુત્ર પૃથ્વી રાજ સિંહ ઓબેરોય (PRS ઓબરોય)ને આપવામાં આવે છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 3,829 કરોડ રૂપિયા હતી. ઓબરોય તેમના પિતા અને ધ ઓબરોય ગ્રૂપના સ્થાપકના અવસાન પછી 2002માં ગ્રુપની પેરેન્ટ કંપની EIH લિમિટેડના ચેરમેન બન્યા હતા. તેમણે 1967માં નવી દિલ્હીમાં ઓબરોય સેન્ટર ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટની શરૂઆત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

whatsapp ad White Font big size 2 4 નથી રહ્યા ઓબેરોય ગ્રુપના ચેરમેન , અબજોની સંપત્તિના માલિક હતા 5 સ્ટાર હોટેલના જનક 


આ પણ વાંચો:retail inflation/ગ્રાહકોને રાહતઃ રિટેલ ફુગાવો ઘટીને 4.87 ટકા થયો

આ પણ વાંચો:Personal loan/પર્સનલ લોન લેતી વખતે બેંકને પૂછો આ પ્રશ્નો, તમે ક્યારેય દેવાની જાળમાં નહીં ફસાવો

આ પણ વાંચો:Gautam Singhania/રેમન્ડના ગૌતમ સિંઘાનિયા પત્નીથી થયા અલગ, 32 વર્ષ પછી છૂટાછેડા…